મહિલાઓને ગેસ ભરાવવાની ઝંઝટમાંથી મળશે રાહત! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી સ્કીમ

મહિલાઓને ગેસ ભરાવવાની ઝંઝટમાંથી મળશે રાહત! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી સ્કીમ

11/04/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મહિલાઓને ગેસ ભરાવવાની ઝંઝટમાંથી મળશે રાહત! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી સ્કીમ

Gujarat Government Women Relief Scheme: ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓનો લાભ લોકોને આપવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકારની આ યોજનાઓ દ્વારા મહિલાઓને રસોડામાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી અને તેમનું કામ સરળ બનાવવામાં આવ્યું છે. તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને મફત સોલાર ગેસ સ્ટોવ આપવામાં આવશે. તેનાથી મહિલાઓને રસોડામાં વધુ સુવિધા મળશે, આ યોજના દ્વારા લાયક મહિલાઓને સોલાર સ્ટોવ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સૌર ઉર્જાથી ચાલશે.


ગેસ ભરાવવાની ઝંઝટમાંથી મુક્તિ

ગેસ ભરાવવાની ઝંઝટમાંથી મુક્તિ

સોલાર ગેસ સ્ટોવથી મહિલાઓને ગેસ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એ સિવાય તે બિલકુલ ફ્રી હશે. કોઈ વધારાનો ખર્ચ કરવો નહીં પડે, જેના કારણે બચત પણ થશે. સૌર ગેસ સ્ટોવને હાઇબ્રિડ મોડ પર 24 કલાક સુધી આરામથી ચલાવી શકાય છે. આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પાત્ર મહિલાઓને રસોઇને લગતી સુવિધાઓ આપીને ઇંધણની સમસ્યામાંથી મુક્ત કરવી અને લોકોને સૌર ઉર્જા વિશે જાગૃત કરવાનું છે.


ફક્ત આ મહિલાઓ જ અરજી કરી શકે છે

મફત સોલાર ગેસ સ્ટોવ માટે માત્ર પાત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે. આ યોજના અનુસાર જે મહિલાઓની વાર્ષિક આવક રૂ. 2 લાખ 50 હજાર અથવા તેનાથી ઓછી છે, તેઓ આ યોજના માટે પાત્ર રહેશે. આ યોજના હેઠળ પરિવારમાં માત્ર એક મહિલાને જ આ યોજનાનો લાભ મળી શકે છે. અરજી કરવા માટે મહિલાઓની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.'


PM સૂર્ય ઘર યોજના

PM સૂર્ય ઘર યોજના

આ યોજનાનો લાભ મેળવવા માટે, અરજી ઓનલાઈન પણ કરી શકાય છે. તેના માટે તમારે ‘PM સૂર્ય ઘર યોજના’ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને સોલર કૂકિંગ સ્ટોવ લિંક પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ, તમારે ઓનલાઈન અરજી માટેની લિંક પર ક્લિક કરીને અરજી ફોર્મમાં તમામ માહિતી ભરીને અરજી કરવી પડશે. અરજી કરતી વખતે, અરજદારે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top