અમદાવાદ: નશાની હાલતમાં વાહનોને ટક્કર મારનાર રિપલ પંચાલને 24 કલાકમાં જ જામીન મળી ગયા
Ripal Panchal Ahmedabad: અમદાવાદમાં એક ઓડી કાર ચાલકે સોમવારે સવારે આંબલી-બોપલ રોડ પર અકસ્માત સર્જ્યો હતો. તેણે બેફામ કાર ચલાવી 5 કરતા વધુ વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે 2-3 યુવતીઓને પણ ટક્કર મારી હતી. જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બેફામ કાર હંકારનાર ઓડી કારના ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. કાર ચાલક નશાની હાલતમાં હતો, અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ ફૂંકતો નજરે પડી રહ્યો હતો. તેણે ધડાધડ એક બાદ એક વાહનોને અડફેટે લીધા અને ત્યારબાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાઈને હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ત્યાં આવી પહોચી હતી અને તેને પોતાની કસ્ટડીમાં લીધો હતો. પરંતુ આ અકસ્માત સર્જાયાના કલાકો સુધી અધિકારીઓએ FSLને જાણ કરી નહોતી, અને હવે ઓડી કાર ચાલક રિપલ પંચાલને જામીન પણ મળી ગયા છે.
અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર સોમવારે નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવીને 5 કરતા વધુ વાહનોને અડફેટે લેનાર રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં જ જામીન મળી ગયા છે. ગઈ કાલની ઘટના બન્યા બાદ પોલીસે રિપલ પંચાલને કસ્ટડીમાં લીધો હતો. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 15,000 રૂપિયાના શરતી જામીન આપવામાં આપી દેવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp