શું દુનિયાનો અંત આવવાનો છે? વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો ખુલાસો
સમય સાથે-સાથે, જળવાયુ પરિવર્તન એક મહત્ત્વની સમસ્યા તરીકે ઉભરી આવ્યું છે. એવામાં એક નવી જાણકારી સામે આવી છે, જેન લોકોને ચોંકાવી શકે છે. તાજેતરમાં, બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે પૃથ્વીના અંતિમ દિવસો નજીક આવી રહ્યા છે, જેનાથી માનવ અને પ્રાણીઓ સહિત તમામ જીવંત પ્રાણીઓના વિનાશ થઇ શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવેલા અનેક ધરતીકંપો આ વાતની પુષ્ટિ કરે છે. ચાલો જાણીએ આ અહેવાલ વિશે.
બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વધુ એક ચોંકાવનારી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ ધાર્યા કરતા વધુ ઝડપથી વધી રહ્યું છે. તેના કારણે એ દિવસો દૂર નથી, જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ સહિત કોઇ પણ જીવ પૃથ્વી પર જીવિત નહીં રહી શકે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કોમ્પ્યુટર સિમ્યુલેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ અભ્યાસ રજૂ કર્યો છે. આ રિસર્ચથી જાણવા મળ્યું છે કે દર 250 મિલિયન વર્ષો (25 કરોડ)ની જેમ આ વખતે પણ એક વિનાશક પૂર આવશે, જે પૃથ્વી પરના તમામ જીવનનો નાશ કરશે. તેની સાથે જ, પૃથ્વીનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે, જેના કારણે કોઇપણ જીવનું જીવિત રહેવું મુશ્કેલ બની જશે.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કાર્બન ડાયોક્સાઇડના વધતા સ્તરથી પૃથ્વીનો નાશ થશે અને આ કારણોસર ડાયનાસોર લુપ્ત થઇ ગયા હતા. એવું જ કંઇક આ વખતે પણ થઇ શકે છે, જે 6.6 કરોડ વર્ષ અગાઉ થયું હતું. આ રિસર્ચ ટીમનું નેતૃત્વ એલેક્ઝાન્ડર ફાર્નસ્વર્થે કર્યુ છે. તેમણે કહ્યું કે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર બમણું થઇ ગયું છે. આગામી સમયમાં, પૃથ્વીના મહાદ્વીપ પેન્ગીયા અલ્ટિમા નામના સુપરકૉન્ટિનેન્ટમાં ભળી જશે. તેની સાથે જ જ્વાળામુખી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડશે, જેના કારણે શ્વાસ લેવામાં પરેશાની થશે અને ધીરે-ધીરે પૃથ્વી વસવાટ લાયક નહી રહે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp