34 કિમીની એવરેજ, 5 સ્ટાર સેફ્ટી રેટિંગ, 11 નવેમ્બરે આવી રહી છે મારુતિની આ કાર
Maruti Dzire scores 5-star safety rating: SUV સેગમેન્ટના યુગમાં, મારુતિ સુઝુકી 11 નવેમ્બરે ભારતમાં તેની નવી કોમ્પેક્ટ સેડાન કાર Dzire લોન્ચ કરવા જઈ રહી છે. જો કે, ડિઝાયરનો ઉપયોગ હવે ફેમિલી ક્લાસ કરતા ટેક્સીમાં વધુ થાય છે. ડિઝાઇનના સંદર્ભમાં પણ, ડિઝાયરે ન તો અગાઉ ઇમ્પ્રેસ કર્યા અને ન તો તે હવે ઇમ્પ્રેસ કરી રહી છે. લોન્ચ અગાઉ તેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. મારુતિ આ કારને કોઈ પણ રીતે હિટ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે, અને તેના માટે કંપનીએ તેના લોન્ચિંગ અગાઉ જ G-NCAP દ્વારા તેનું ક્રેશ ટેસ્ટ કરાવી લીધું છે. હવે મોટી વાત એ છે કે અત્યાર સુધી ડિઝાયર 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળી નથી પરંતુ આ વખતે ડિઝાયરને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળી છે. આ પરીક્ષણ બાદ, ચાલો જાણીએ કે નવી મારુતિ ડિઝાયર 2024ને સેફ્ટી માટે કેટલા પોઈન્ટ મળ્યા છે.
લોન્ચિંગ અગાઉ જ, નવી મારુતિ સુઝુકી ડિઝાયરનું ગ્લોબલ NCAP દ્વારા ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું છે. G-NCAP વેબસાઈટ અનુસાર, મારુતિ ડિઝાયર 2024નું જે યુનિટનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તે ભારત માટે બનાવવામાં આવ્યું છે. નવી ડિઝાયરનું અલગ-અલગ એન્ગલ પર ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને સેફ્ટીના મામલે 5 સ્ટાર રેટિંગ મળી છે. ખાસ વાત એ છે કે આ કંપનીની પહેલી ગાડી છે જેને સેફ્ટી માટે 5 રેટિંગ આપવામાં આવી છે. મારુતિ ડિઝાયરના ક્રેશ ટેસ્ટ બાદ, તેને પુખ્ત વયના લોકો માટે 34માંથી 31.24 પોઈન્ટ મેળ્યા છે. બાળકોની સુરક્ષામાં તેને 49માંથી 39.20 અંક આપવામાં આવ્યા છે.
મારુતિ સુઝુકીની નવી ડિઝાયરની બોડી કેટલી મજબૂત છે તે અંગે અમે તમને કોઈ માહિતી આપી શકતા નથી અને અન્ય મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરી શકીએ છીએ, જ્યાં સુધી આપણે કારનું પરીક્ષણ ન કરીએ. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો, નવી Dezireમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ સાથે આવે છે. એ સિવાય તેમાં EBD સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, 3 પોઈન્ટ્સ સીટ બેલ્ટ, સુઝુકી હાર્ટેક્ટ બૉડી, ESP, હિલ હૉલ્ડ આસિસ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને Isofix ચાઈલ્ડ એન્કરેજ જેવી સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
નવી ડિઝાયર માટે બુકિંગ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે, તેને 11,000 રૂપિયા ચૂકવીને બુક કરી શકાય છે તે ઑનલાઇન અથવા ઑફલાઇન ડીલરશિપ દ્વારા બુક કરી શકાય છે. નવી Dezire 11 નવેમ્બર 2024ના રોજ લોન્ચ કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp