ભારતના આ પાડોશી દેશમાં જ્વાળામુખી ફાટ્યો, અનેક ઘર બળીને રાખ, અત્યાર સુધીમાં 6ના મોત

ભારતના આ પાડોશી દેશમાં જ્વાળામુખી ફાટ્યો, અનેક ઘર બળીને રાખ, અત્યાર સુધીમાં 6ના મોત

11/05/2024 World

SidhiKhabar

SidhiKhabar

ભારતના આ પાડોશી દેશમાં જ્વાળામુખી ફાટ્યો, અનેક ઘર બળીને રાખ, અત્યાર સુધીમાં 6ના મોત

ભારતની નજીક આવેલા ઈન્ડોનેશિયામાં મોટાપાયે જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં ઘણા ઘરો બળીને રાખ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.ઈન્ડોનેશિયામાં અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ફ્લોરેસ આઇલેન્ડમાં, માઉન્ટ લેવોટોબી લાકી લાકી જ્વાળામુખી સોમવારે મધ્યરાત્રિની આસપાસ ફાટી નીકળ્યો. ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનાને કારણે ઘણા ઘરો બળીને ખાખ થઈ ગયા છે અને ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટમાં વધારો થતા એલર્ટની સ્થિતિને ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવી છે.


2,000 મીટરની ઊંચાઈ સુધીની રાખ

2,000 મીટરની ઊંચાઈ સુધીની રાખ

ફ્લોરેસ દ્વીપમાં જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ 2000 મીટરની ઊંચાઈએ રાખ હવામાં ફેલાઈ ગઈ છે. જેના કારણે ગરમ રાખ નજીકના ગામને લપેટમાં આવી ગઈ હતી. કેથોલિક સાધ્વીના કોન્વેન્ટ સહિત ઘણા ઘરો બળી ગયા અને 6 લોકો મૃત્યુ પામ્યા. શરૂઆતમાં મૃત્યુઆંક 9 જણાવવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક લોકો પાસેથી માહિતી મળ્યા બાદ તે ઘટાડીને 6 કરવામાં આવ્યો હતો.


લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું છે કે તે જ્વાળામુખી ફાટવાને કારણે જાનમાલના નુકસાન અંગે માહિતી એકત્ર કરી રહી છે. એવું માનવામાં આવે છે કે અકસ્માતમાં ધરાશાયી થયેલા મકાનોની નીચે વધુ લોકો દટાયા હોવાની શક્યતા છે. આના કારણે વધુ લોકોના જીવ જવાની આશંકા છે.

10,000 લોકો અસરગ્રસ્ત

અહેવાલો અનુસાર, વુલાંગીટાંગ જિલ્લામાં વિસ્ફોટથી નજીકના છ ગામો પુલુલારા, નાવોકોટે, હોકેંગ જયા, ક્લાટનલો, બોરુ અને બોરુ કેડાંગના ઓછામાં ઓછા 10,000 લોકોને અસર થઈ છે. તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં છેલ્લા બે અઠવાડિયામાં આ બીજો જ્વાળામુખી ફાટ્યો છે. અગાઉ 27 ઓક્ટોબરે વિસ્ફોટથી ઓછામાં ઓછા ત્રણ વખત રાખના વાદળો સર્જાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top