શું બજરંગ પુનિયાની કારકિર્દી ખતમ થઈ જશે? NADAએ 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

શું બજરંગ પુનિયાની કારકિર્દી ખતમ થઈ જશે? NADAએ 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

11/27/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

શું બજરંગ પુનિયાની કારકિર્દી ખતમ થઈ જશે? NADAએ 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

NADA suspends Bajrang Punia: ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય કુશ્તીબાજ બજરંગ પુનિયા પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા 4 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાસ્તવમાં, NADAએ બજરંગ પુનિયાને 10 માર્ચે નેશનલ ટીમ સિલેક્શન ટ્રાયલ્સ દરમિયાન પોતાનો સેમ્પલ આપવા માટે કહ્યું હતું, જેના માટે રેસલરે ના પાડી દીધી હતી. જેના કારણે NADAએ બજરંગ પર પ્રતિબંધ મુક્યો છે.


4 વર્ષ સુધી કુશ્તીમાં ભાગ નહીં લઇ શકે

4 વર્ષ સુધી કુશ્તીમાં ભાગ નહીં લઇ શકે

NADA દ્વારા પ્રતિબંધ લગાવાયા બાદ હવે બજરંગ પુનિયા આગામી 4 વર્ષ સુધી કુશ્તી સ્પર્ધાઓમાં ભાગ નહીં લઈ શકે. આ અંગે કુશ્તીબાજ વતી એમ કહેવામાં આવ્યું હતું કે તેણે માત્ર એક્સપાયર થઈ ગયેલી ટેસ્ટિંગ કીટની ચિંતાના કારણે ખચકાટ દર્શાવ્યો હતો.

23 એપ્રિલે બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા પ્રથમ વખત પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ UWW દ્વારા વધુ એક સસ્પેન્શન કરવામાં આવ્યું હતું. જો કે, 31 મેના રોજ, NADAની એન્ટી ડોપિંગ પેનલે અસ્થાયી રૂપે પ્રતિબંધ હટાવી લીધો હતો. ત્યારબાદ 23 જૂને બજરંગ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. બજરંગે 11 જુલાઈના રોજ પોતાના પર લાગેલા આરોપોને પડકાર્યા હતા, ત્યારબાદ 20 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે આ મામલે સુનાવણી થઈ હતી.


બજરંગ દોષિત ઠર્યો

બજરંગ દોષિત ઠર્યો

સુનાવણી બાદ, બજરંગને અનુશાસન વિરોધી ડોપિંગ પેનલ દ્વારા કલમ 10.3.1 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેના પર 4 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બજરંગે દાવો કર્યો કે તેણે ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે આ બધું થઈ રહ્યું છે. બજરંગ કહે છે કે તેણે ક્યારેય સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો નહોતો, પરંતુ ડિસેમ્બર 2023માં તેના સેમ્પલ માટે ઉપયોગમાં લેવાતી એક્સપાયર થયેલ ટેસ્ટિંગ કીટ અંગે NADA પાસેથી સ્પષ્ટતા માગી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top