ઇરાનના રસ્તાઓ પર ઇનરવિયરમાં ફરતી અહૂ દરિયાઇ કોણ છે? હિજાબ સામે મોરચો ખોલ્યો
Who is Ahoo Daryaei Iran: ઇરાનના રસ્તાઓ પર એક છોકરી ઇનરવિયર પહેરીને ફરતી જોવા મળી રહી છે. જેના ઘણા વીડિયો સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરીનું નામ અહૂ દરિયાઇ છે, જેણે હિજાબ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. મહસા અમીની બાદ અહૂ દરિયાઇ પોસ્ટર ગર્લ બની છે. જ્યારે તેને કેટલાક લોકોની ટીકાનો સામનો કરી રહ્યો છે, તો કેટલાક કહે છે કે આટલું સાહસિક હોવું સરળ વાત નથી. ઇરાનમાં હિજાબના પ્રતિબંધોને તોડીને અહૂ દરિયાઇએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ચાલો જાણીએ કોણ છે આ છોકરી?
અહૂ દરિયાઇની ઉંમર 30 વર્ષ છે. તે તેહરાનની આઝાદ યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2 નવેમ્બરના રોજ હિજાબને લઇને યુનિવર્સિટીના સુરક્ષા કર્મચારીઓ સાથે તેનો વિવાદ થયો હતો. તેના વિરોધમાં યુવતીએ કેમ્પસમાં જ તેના કપડાં ઉતારી દીધા અને માત્ર ઇનરવિયર પહેરીને ફરવા લાગી હતી. તે ઘણા સમય સુધી આંતરિક વસ્ત્રોમાં રસ્તા પર ફરતી રહી. એ જોઇને અન્ય વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. ત્યારપછી પોલીસે તેને કસ્ટડીમાં લીધી હતી. ત્યારબાદ તેને મનોચિકિત્સક કેન્દ્રમાં મોકલવામાં આવી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસ હંમેશાંની જેમ તેને મનોરોગી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
જ્યારે કેટલાકે તેને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી છે. બેલ્જિયમના સાંસદ અને માનવાધિકાર કાર્યકર્તા દરિયા સફઇએ X પર પોસ્ટ કરીને લખ્યું - તેનો જીવ જોખમમાં છે. Ahou Dariai, એ વિદ્યાર્થી છે જેણે આયાતુલ્લાહની પોલીસના અત્યાચાર અને ઉત્પીડનના વિરોધમાં તેના કપડાં ઉતારી દીધા હતા. તેમણે તેની ધરપકડ કરી અને ત્યારથી તે ગુમ છે. અહૂ દરિયાઇ ક્યાં છે? અમે તેને તાત્કાલિક છોડવાની માગ કરીએ છીએ.
તમને જણાવી દઇએ કે ઇરાનમાં શરિયા કાયદો ચાલે છે. અહીં હિજાબને લઇને ખૂબ જ કડક નિયમો છે. અહીં જો મહિલાઓ માથું ઢાંકીને ન ચાલે તો તેમને ઘણા વર્ષો સુધી જેલ થઇ શકે છે અથવા જાહેરમાં કોરડા મારવામાં આવી શકે છે. જો કે, ઘણી મહિલાઓએ આ નિયમો સામે ક્રાંતિનું બ્યૂગલ વગાડ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp