ગૌતમ અદાણી અમેરિકામાં 10 અબજ ડૉલરનું રોકાણ કરશે, ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ કહી આ વાત

ગૌતમ અદાણી અમેરિકામાં 10 અબજ ડૉલરનું રોકાણ કરશે, ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ કહી આ વાત

11/14/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ગૌતમ અદાણી અમેરિકામાં 10 અબજ ડૉલરનું રોકાણ કરશે, ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ કહી આ વાત

Gautam Adani: એશિયાના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી 'રીટર્ન' ભેટ આપી છે. આ ભેટ 84 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. જેની જાહેરાત તેમણે પોતે પોતાના X હેન્ડલ પર કરી છે. અમેરિકી ચૂંટણીમાં તેમની જીત પર ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા તેમણે જાહેરાત કરી છે કે તેઓ આગામી દિવસોમાં અમેરિકામાં 10 અબજ ડૉલર એટલે કે 84 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ઘણા ભારતીય ઉદ્યોગપતિઓ ખૂબ જ ખુશ છે. જે શક્યતાઓ તેઓ બાઈડેનના યુગમાં જોઈ શકતા નહોતા તે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન બાદ દેખાઈ રહી છે. એવામાં અદાણીની આ જાહેરાતને એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહી છે. 


10 અબજ ડૉલરના રોકાણની જાહેરાત

10 અબજ ડૉલરના રોકાણની જાહેરાત

માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે અમેરિકામાં ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 10 અબજ ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 10 બિલિયન ડૉલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન આપતી વખતે દર્શાવી. તેમનું લક્ષ્ય તેના દ્વારા 15,000 નોકરીઓનું સર્જન કરવાનું છે. જોકે, તેમણે અમેરિકામાં શરૂ થનારા પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર માહિતી આપી નથી.


યુરોપિયન રાજદૂતોની મહેમાનગતિ

યુરોપિયન રાજદૂતોની મહેમાનગતિ

અગાઉ, ગૌતમ અદાણી યુરોપિયન યુનિયન, જર્મની, ડેનમાર્ક અને બેલ્જિયમના રાજદૂતોને અદાણી ગ્રુપના રિન્યૂએબલ એનર્જી ઈન્સ્ટોલેશનના પ્રવાસે લઈ ગયા હતા. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા હૉસ્ટ કરવામાં આવેલા, યુરોપીયન રાજદૂતોને ગુજરાતમાં કંપનીના રિન્યૂએબલ એનર્જી ઓપરેશન્સનો ઊંડાણપૂર્વકનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. તેમણે ગુજરાતના ખાવરામાં વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્ક અને મુન્દ્રામાં ભારતના સૌથી મોટા બંદર, લૉજિસ્ટિક્સ અને ઔદ્યોગિક હબની મુલાકાત લીધી હતી. ખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્ક, એકવાર પૂર્ણ થયા પછી, 30GW સાથે વિશ્વનો સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્ક હશે, જે પેરિસ કરતા પાંચ ગણો મોટો વિસ્તાર આવરી લેશે, જેમાં સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.0

અદાણીએ પોતાની યોજના જણાવી

રાજદૂતોએ મુન્દ્રા પોર્ટ ખાતે કંપનીની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ વિશે જાણ્યું, જ્યાં અદાણી ગ્રુપ ફોટોવૉલ્ટેઇક પેનલ્સ અને વિન્ડ ટર્બાઇનનું ઉત્પાદન કરે છે. આ સુવિધા ભારતના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યાંકોને અનુરૂપ 2030 સુધીમાં 45 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાની કંપનીની વ્યૂહરચનાનો એક ભાગ છે. મુલાકાત દરમિયાન, અદાણીએ EUની RFNBO જરૂરિયાતોને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને વધારવા માટે ગ્રુપની મહત્ત્વાકાંક્ષી યોજનાઓની રૂપરેખા આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top