કોણ છે શિફાલી જામવાલ? જેના માથે સજ્યો મિસિસ યુનિવર્સ અમેરિકા 2024નો તાજ
Who is Shifali Jamwal: દેશની દીકરીએ ફરી એકવાર દેશનું ગૌરવ વધાર્યું છે. રેન્ટનમાં 10 નવેમ્બરના રોજ મિસિસ યુનિવર્સ અમેરિકા 2024નું આયોજન થયું હતું. આ પ્રતિયોગિતાને બ્રિગેડિયર આર.એસ. શિફાલી જામવાલની પુત્રી શિફાલી જામવાલે જીતીને ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. જી હાં, શિફાલી જામવાલને મિસિસ યુનિવર્સ અમેરિકા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો છે. હવે લોકો શિફાલી જામવાલ વિશે જાણવા માગે છે કે તે કોણ છે? ચાલો જાણીએ તેના વિશે.
શિફાલી જામવાલની વાત કરીએ તો તે બ્રિગેડિયર આર.એસ.ની પુત્રી છે. શિફાલીનો જન્મ જમ્મુ (ભારત)માં થયો હતો. સૈન્ય પરિવારમાં જન્મેલી શિફાલીએ હંમેશાં તેના માતા-પિતાને પડકારોને પાર કરતા જોયા છે અને તેથી જ તે નાનપણથી જ કંઇક કરવા માગતી હતી. મિસિસ યુનિવર્સ અમેરિકા 2024નો તાજ જીતીને શિફાલીએ સાબિત કરી દીધું છે કે ભારતની દીકરી કંઇ પણ કરી શકે છે.
View this post on Instagram A post shared by Brigadier Raj Singh Jamwal (@lakshyadefencejammu)
A post shared by Brigadier Raj Singh Jamwal (@lakshyadefencejammu)
શિફાલીની જીત પર, લક્ષ્ય ડિફેન્સ અકાદમી, જમ્મુ નામની યુટ્યુબ ચેનલે પણ 24 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે, જેમાં શિફાલી મિસિસ યુનિવર્સ અમેરિકા 2024નો તાજ અને ખેસ પહેરેલી જોવા મળે છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર શિફાલી વિશે કંઇક ને કંઇક સર્ચ કરી રહી છે. જો કે હજુ સુધી શિફાલી અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી.
શિફાલીની જીત પર દરેક ખૂબ જ ખુશ છે અને જીત માટે તેને અભિનંદન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ શિફાલીના વખાણ કરી રહ્યા છે. ગોસિપ ટાઉનમાં શિફાલી અંગે ઘણી ચર્ચા છે અને ન્યૂઝ માર્કેટમાં પણ શિફાલી વિશે ચર્ચા છે. મિસિસ યુનિવર્સ અમેરિકા 2024નો તાજ જીતવો એ પોતાની જાતમાં એક મોટી વાત છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp