વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ દેશ આપશે સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, જાણો કેમ લેવાયો નિર્ણય
Dominica Highest National Honour to PM Narendra Modi: કેરેબિયન દેશ ડોમિનિકાની સરકારે કહ્યું છે કે તે આ મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર 'ડોમિનિકા એવોર્ડ ઓફ ઑનર'થી સન્માનિત કરશે. આ પુરસ્કાર વડાપ્રધાન મોદીને COVID-19 મહામારી દરમિયાન ડોમિનિકામાં તેમના યોગદાન અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા તરફના તેમના સમર્પણ માટે આપવામાં આવી રહ્યો છે.
ડોમિનિકાના કોમનવેલ્થના પ્રમુખ, સિલ્વેની બર્ટન, 19 થી 21 નવેમ્બર દરમિયાન જ્યોર્જટાઉન, ગુયાનામાં આયોજિત ભારત-કેરિકૉમ સમિટ દરમિયાન એવોર્ડ પ્રદાન કરશે. ડોમિનિકાના પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું હતું કે, "ફેબ્રુઆરી 2021માં, વડાપ્રધાન મોદીએ ડોમિનિકાને એસ્ટ્રાઝેનેકાના 70,000 ડૉઝ પૂરા પાડ્યા હતા, એક હૃદયસ્પર્શી ભેટ જે ડોમિનિકાને તેના અન્ય કેરેબિયન પડોશીઓને ટેકો આપવા સક્ષમ બનાવ્યા. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ આરોગ્ય સેવા, શિક્ષણ અને માહિતી ટેક્નિકમાં ડોમિનિકા, તેમજ વૈશ્વિક સ્તરે જળ-વાયું અનુકૂળ નિર્માણ પહેલ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકાને પણ માન્યતા આપે છે.
The Commonwealth of Dominica will bestow its highest national award, the Dominica Award of Honour, upon PM Narendra Modi (@narendramodi), in recognition of his contributions to Dominica during the COVID-19 pandemic and his dedication to strengthening the partnership between India… pic.twitter.com/7zNvTCSmfa — Press Trust of India (@PTI_News) November 14, 2024
The Commonwealth of Dominica will bestow its highest national award, the Dominica Award of Honour, upon PM Narendra Modi (@narendramodi), in recognition of his contributions to Dominica during the COVID-19 pandemic and his dedication to strengthening the partnership between India… pic.twitter.com/7zNvTCSmfa
નિવેદનમાં વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે આ પુરસ્કાર ડોમિનિકા અને વ્યાપક ક્ષેત્ર સાથે વડાપ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે. વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા સાથી રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ વચ્ચે આપણી જરૂરિયાતના સમયમાં. તેમના સમર્થન માટે આપણા કૃતજ્ઞતાના પ્રતિક તરીકે અને આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધોના પ્રતિબિંબ તરીકે, તેમને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન સાથે પ્રસ્તુત કરવું એક સન્માનની વાત છે. અમે આ ભાગીદારીને આગળ વધારવા, પ્રગતિ અને સ્થિતિસ્થાપકતાના અમારા સહિયારા વિઝનને આગળ વધારવા માટે આતુર છીએ.”
ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. ગત જુલાઈમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યૂ ધ એપોસ્ટલ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ અગાઉ વડાપ્રધાન મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો'થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીને UAE, બહેરીન, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, ફિઝી, પાપુઆ ન્યૂ ગિની સહિતના ઘણા દેશોમાંથી ટોચના નાગરિક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp