Video: અટલ જયંતિ સમારોહમાં 'રઘુપતિ રાઘવ રાજા રામ..' ગીત પર વિવાદ, ગાયિકાએ માફી માગવી પડી
Atal Jayanti: બિહારમાં બુધવારે અટલ જયંતી સમારોહ દરમિયાન મહાત્મા ગાંધીના પ્રિય ભજનને લઇને વિવાદ થઇ ગયો હતો. પટનાના બાપુ સભાગારમાં અટલ જયંતી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગાયિકા દેવીએ મંચ પરથી બાપુનું ભજન 'ઇશ્વર અલ્લાહ તેરો નામ' ગયું તો હોબાળો મચી ગયો. જેવી જ 'ઇશ્વર અલ્લાહ તેરો નામ' લાઇન ગઇ તો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ હોબાળો કરી દીધો. આ લાઇનને લઇને કાર્યક્રમમાં એટલો હોબાળો થયો કે તેમણે મંચ પરથી માફી માગવી પડી.
આ દરમિયાન પૂર્વ કેન્દ્રિય મંત્રી અશ્વિની ચૌબે પણ મંચ પર ગાયિકા દેવીને હટાવતા નજરે પડ્યા. ગાયિકા દેવીને હટાવીને અશ્વિની ચૌબે પોતે મંચ પરથી જય શ્રીરામનો નારો લગાવવા લાગ્યા. લોક ગાયિકાએ કહ્યું કે, ભજન પ્રસ્તુતિ આપવા પાછળ કોઇને ઠેસ પહોચાડવાની મંશા નહોતી, પરંતુ તેમણે પછી માફી માગી લીધી. મંચ પર એ સમયે 20 કરતા વધુ લોકો ઉપસ્થિત હતા.
અંતે દેવીએ સુપ્રસિધ ગાયિકા શારદા સિંહાને યાદ કરતા 'છઠી મૈયા આઇ ના દુઅરિય' ગાયું અને કાર્યક્રમમાંથી જતા રહ્યા. આ વિવાદ પર RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, 'પટનામાં કાલે ગાયિકાએ જ્યારે ગાંધીજીનું ભજન 'રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ' ગયું તો નીતિશ કુમારના સાથી ભાજપીઓએ હોબાળો કરી દીધો. ભજનની ઓછી સમજ ધરાવતા લોકોની ભાવનાઓને ઠેસ પહોચી.'
संघियों और भाजपाइयों को “जय सियाराम, जय सीताराम” के नाम एवं नारे से शुरू ही नफरत है क्योंकि उसमें माता सीता का जयकारा है। ये लोग शुरू से ही महिला विरोधी है तथा “जय श्री राम’ के नारे के साथ आधी आबादी महिलाओं का भी अपमान करते हैं।गायिका देवी ने कल कार्यक्रम में बापू के नाम पर… pic.twitter.com/fOGhxfWE16 — Lalu Prasad Yadav (@laluprasadrjd) December 26, 2024
संघियों और भाजपाइयों को “जय सियाराम, जय सीताराम” के नाम एवं नारे से शुरू ही नफरत है क्योंकि उसमें माता सीता का जयकारा है। ये लोग शुरू से ही महिला विरोधी है तथा “जय श्री राम’ के नारे के साथ आधी आबादी महिलाओं का भी अपमान करते हैं।गायिका देवी ने कल कार्यक्रम में बापू के नाम पर… pic.twitter.com/fOGhxfWE16
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp