Video: નમાઝ પડતા શખ્સને પાકિસ્તાનની સેનાએ કન્ટેનર પરથી ફેંકી દીધો, અલ્લાહને માનનાર શાહબાઝ સરકાર

Video: નમાઝ પડતા શખ્સને પાકિસ્તાનની સેનાએ કન્ટેનર પરથી ફેંકી દીધો, અલ્લાહને માનનાર શાહબાઝ સરકારનો જુલમ

11/28/2024 World

SidhiKhabar

SidhiKhabar

Video: નમાઝ પડતા શખ્સને પાકિસ્તાનની સેનાએ કન્ટેનર પરથી ફેંકી દીધો, અલ્લાહને માનનાર શાહબાઝ સરકાર

Pakistan Political Crisis: પોતાની મુસ્લિમોના રહનુમા કહેતા પાકિસ્તાનમાં ડી ચોક પાસે એક કન્ટેનર પર નમાઝ અદા કરતા એક યુવકની પાકિસ્તાની રેન્જર્સ દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન આ યુવક બાજુમાં જઈને નમાજ અદા કરવા બેસી ગયો હતો. પાકિસ્તાની રેન્જર્સના આ કૃત્ય પર મુસ્લિમોના માલિક બનનારા તમામ ધર્મગુરુઓ અને સંગઠનો મૌન સેવી રહ્યા છે. જો આ જ કૃત્ય ભારતમાં થયું હોત તો તે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો હોત. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ચાલી રહેલા વિરોધ દરમિયાન એક મુસ્લિમ યુવક નમાજ અદા કરવા માટે કન્ટેનર પર ચઢી ગયો હતો. આ મુસ્લિમ યુવક લોકોથી દૂર ગયો અને તેની નમાજ અદા કરવા બેસી ગયો. કદાચ આ યુવક દિવસમાં 5 વખત નમાઝ અદા કરતો હશે. ત્યાં હાજર લોકોએ આ યુવકનો વીડિયો બનાવવાનો શરૂ કર્યો તો બીજી તરફ યુવકને એકલો જતો જોઈને પાકિસ્તાની રેન્જર્સનું ટોળું હથિયાર અને લાકડીઓ લઈને દોડી આવ્યું.


ગળામાં ફ્રેક્ચર થવાથી યુવકનું મોત

ગળામાં ફ્રેક્ચર થવાથી યુવકનું મોત

આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ યુવક કન્ટેનર પર ચઢીને નમાઝ અદા કરી રહ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ તેને ઘેરી લીધો. નમાઝ અદા કરતી વખતે યુવકને પહેલા પાછળથી ધક્કો મારવામાં આવ્યો હતો અને પછી ઉપરથી ફેંકી દેવામાં આવ્યો હતો, જ્યાં ગળું તૂટી જવાના કારણે તેનું મોત થયું હતું. આ મુસ્લિમ યુવકને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો નહોતો અને તેનું ઘટનાસ્થળે જ તડપી-તડપીને મોત નીપજ્યું હતું.


પાકિસ્તાનની આ ઘટના પર બધા મૌન

પાકિસ્તાનની આ ઘટના પર બધા મૌન

આખી દુનિયામાં એવો પ્રચાર થાય છે કે પાકિસ્તાન મુસ્લિમોનું સૌથી મોટો રહનુમા છે અને ક્યાંય પણ મુસ્લિમો પર અત્યાચાર થાય છે તો પાકિસ્તાન મુસ્લિમોની સાથે ઊભું છે. ભારતમાં રહેલા મુસ્લિમ સંગઠનો પણ પાકિસ્તાનના આ દાવાનો વિરોધ કરે છે, પરંતુ જરા વિચારો કે જો આવી ઘટના ભારતમાં બની હોત તો શું હાલત થાત?

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

અત્યાર સુધી અનેક મુસ્લિમ સંગઠનો આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચાવતા હોત. એવો પ્રચાર કરવામાં આવતો કે નમાઝ અદા કરી રહેલા મુસ્લિમ યુવકને સુરક્ષા દળોએ મારી નાખ્યો. પરંતુ ભારત સહિત વિશ્વભરના મુસ્લિમ સંગઠનો અને ધાર્મિક નેતાઓ પાકિસ્તાના રેન્જર્સ રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા આ કૃત્ય પર મૌન બેઠા છે. આ અંગે કોઈએ નિવેદન પણ બહાર પાડ્યું નથી. પોતાને મુસ્લિમોના રહનુમા ગણાવતા પાકિસ્તાનમાં કંઈ પણ શક્ય છે. આ ઘટના એ મુસ્લિમો માટે પણ એક બોધપાઠ છે જેઓ પાકિસ્તાનની દરેક ઘટનામાં બૂમો પાડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top