AAPનો મોટો દાવો- 'ભાજપ કોંગ્રેસને ફંડ આપે છે, સંદીપ દીક્ષિત અને અજય માકન..'

AAPનો મોટો દાવો- 'ભાજપ કોંગ્રેસને ફંડ આપે છે, સંદીપ દીક્ષિત અને અજય માકન..'

12/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

AAPનો મોટો દાવો- 'ભાજપ કોંગ્રેસને ફંડ આપે છે, સંદીપ દીક્ષિત અને અજય માકન..'

Delhi Election 2025: ગઈકાલે જ અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખોટો કેસમાં આતિશીની ધરપકડ થઇ શકે છે. હવે AAP દ્વારા વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે જેમાં તેમને મોટો દાવો કર્યો છે.


અજય માકન ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે: સંજય સિંહ

અજય માકન ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે: સંજય સિંહ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું છે કે, દિલ્હીનની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને ફંડ આપી રહી છે. એવામાં કોંગ્રેસના નેતાઓ સંદીપ દીક્ષિત અને અજય માકન સામે કાર્યવાહી થવી જોઈએ. AAPના મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં આ આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ પાસેથી પૈસા મળ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ છે. કોંગ્રેસના નેતાઓ AAPના વોટ કાપવાની યોજના પર કામ કરી રહ્યા છે. આતિશીએ આરોપ લગાવ્યો કે અજય માકન ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે.

મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે કોંગ્રેસે ભાજપ સાથે સાંઠગાંઠ કરી લીધી છે. શું ભાજપના કોઈ નેતા પર રાષ્ટ્રવિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે? તેમણે કહ્યું કે બુધવારે કોંગ્રેસ પાર્ટીએ કેજરીવાલ અને મારી વિરુદ્ધ FIR નોંધાવી છે. અમે આજ સુધી કોઈ FIR નોંધાવી નથી. અમને સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવારોનો ખર્ચ ભાજપમાંથી આવી રહ્યો છે. તેમાં સંદીપ દીક્ષિત મુખ્ય છે, ફરહાદ સૂરી છે જેઓ જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે.

તેમણે સવાલ કર્યો હતો કે, કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ પાસે લોકસભામાં પ્રચાર કેમ કરાવ્યો? ભાજપને જીતાડવા માટે કોંગ્રેસે આ સાંઠગાંઠ કરી છે. જો કોઈ સાંઠગાંઠ ન હોય તો અજય માકન અને યુથ કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસે જણાવવું જોઈએ કે સંદીપ દીક્ષિત અને ફરહાદ સૂરીમાંથી કોણ ચૂંટણી લડાવી રહ્યું છે.


અજય માકન સામે કાર્યવાહી થવી જોઈએ

અજય માકન સામે કાર્યવાહી થવી જોઈએ

પ્રેસ કોન્ફરન્સમાં સંજય સિંહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી દિલ્હીની અંદર ભાજપની તરફેણમાં ઉભી થઇ છે. અજય માકને ભાજપની સ્ક્રિપ્ટ વાંચી. બુધવારે તેમણે તમામ હદ વટાવી દીધી અને કેજરીવાલને રાષ્ટ્ર વિરોધી પણ કહ્યા. કેજરીવાલ દિલ્હી માટે શિક્ષણ, પાણી અને રોજગારની વ્યવસ્થા કરી રહ્યા છે. અજય માકને આજ સુધી ભાજપના કોઈ નેતાને રાષ્ટ્ર વિરોધી કેમ નથી કહ્યા? કેજરીવાલે દિલ્હી અને ચંદીગઢમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો.

આજ સુધી કોંગ્રેસે ભાજપના એક પણ નેતા સામે FIR નોંધાવી નથી. અમે હરિયાણામાં સાથે મળીને ચૂંટણી લડવા માગતા હતા પરંતુ તેમ છતા અમે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. આજે કોંગ્રેસની યાદી એવી છે, જાણે કે ભાજપ કાર્યાલયમાંથી આવી હોય છે. એવા-એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેનાથી આમ આદમી પાર્ટીને નુકસાન થશે. કેજરીવાલ સામે સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અજય માકને દુસ્સાહસ કર્યું છે. અમારી માગ છે કે કોંગ્રેસ નેતૃત્વ 24 કલાકની અંદર માકન વિરુદ્ધ કાર્યવાહી કરે, નહીં તો અમે કોંગ્રેસને INDIA ગઠબંધનથી અલગ કરવાની માગ કરીશું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top