Cyberattack: આ દેશની એરલાઇન્સ પર સાયબર એટેક થતા ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પ્રભાવિત

Cyberattack: આ દેશની એરલાઇન્સ પર સાયબર એટેક થતા ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પ્રભાવિત

12/26/2024 World

SidhiKhabar

SidhiKhabar

Cyberattack: આ દેશની એરલાઇન્સ પર સાયબર એટેક થતા ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પ્રભાવિત

Japan Airlines suffers major cyberattack: જાપાન એરલાઇન્સ પર સાઇબર એટેક થયો છે, જેના કારણે કેટલીક ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને અસર થઇ છે, આ સાથે જ ટિકિટનું વેચાણ પણ બંધ કરવું પડ્યું છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ કેટલીક ખામીઓના કારણે મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માગી છે.

ટ્વીટર પર જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં એરલાઇને કહ્યું કે, 'કંપની અને તેના ગ્રાહકોને જોડતા નેટવર્ક ઇક્વિપમેન્ટમાં આજે સવારે 7:24 વાગ્યાથી ખામી અનુભવાઇ રહી છે. ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને તેનાથી અસર થવાની શક્યતા છે.'

એક અન્ય પોસ્ટમાં, જાપાન એરલાઇન્સે જણાવ્યું હતું કે, 'સવારે 8:56 વાગ્યે સમસ્યાનું કારણ ઓળખી લેવામાં આવ્યું અને પગલાં લીધાં. અમે સિસ્ટમ પુનઃપ્રાપ્તિ સ્થિતિની તપાસ કરી રહ્યા છીએ. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આજે પ્રસ્થાન થનારી ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. એરલાઇન્સે તેમના મુસાફરો પાસે માફી માગતા કહ્યું કે અમે કોઇપણ અસુવિધા માટે માફી માગીએ છીએ.


જાપાન એરલાઇન્સની પોસ્ટ

જાપાન એરલાઇન્સની પોસ્ટ

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇનની બેગેજ ચેક-ઇન સિસ્ટમમાં સમસ્યાને કારણે જાપાનના કેટલાંક એરપોર્ટ પર 10 કરતા વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. જો કે, તેણે નોંધ્યું છે કે ત્યાં કોઇ મોટી ફ્લાઇટ કેન્સલેશન અથવા મોટી વિક્ષેપો નથી. AFPના અહેવાલ મુજબ, આ સમાચાર બહાર આવ્યા બાદ, JAL ના શેરમાં સવારના વેપારમાં 2.5 ટકાનો ઘટાડો થયો હતો, જોકે ત્યારબાદ થોડો સુધારો થયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top