અત્યારથી જ 2025ની તૈયારી કરી લેજો, આ 10 શેરો તમને નવા વર્ષમાં બમ્પર કમાણી કરાવી શકે છે!
12/12/2024
Business
Stocks to Buy: નવું વર્ષ શરૂ થવામાં હવે વધારે દિવસો બાકી નથી. એવામાં, 2025માં વધુ સારા વળતર માટે તમારા સ્ટૉક પૉર્ટફોલિયોને અત્યારથી તૈયાર કરવો યોગ્ય રહેશે. ડૉમેસ્ટિક બ્રોકરેજ ફર્મ JM ફાઇનાન્શિયલે આ તૈયારીને સરળ બનાવવા માટે કામ કર્યું છે. ફર્મે એવા કેટલાક શેરોની યાદી બહાર પાડી છે, જે આગામી વર્ષમાં તમારા પોર્ટફોલિયોના મૂલ્યમાં વધારો કરી શકે છે. બ્રોકરેજનો અંદાજ છે કે 2025માં, આ શેરો 9-50% સુધીની કમાણી કરાવી શકે છે.
Maruti Suzuki
JM ફાઇનાન્શિયલ ઓટો લીડર મારુતિ સુઝુકી પર બુલિશ છે. તેનું કહેવું છે કે મારુતિ સુઝુકી ઈન્ડિયાએ સતત નવા લૉન્ચના કારણે લગભગ 26%ના બજાર હિસ્સા સાથે SUV B-સેગમેન્ટમાં અંદાજે 26 ટકાની હિસ્સેદારી સાથે પોતાનું નેતૃત્વ સ્થાન પાછું મેળવ્યું છે. કંપની આગામી સમયમાં ઘણી હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે તે અન્યની સરખામણીમાં ઝડપથી વધી શકે છે. JM અનુસાર, આ શેર લગભગ 35%ની કમાણી કરાવી શકે છે. કંપનીએ તેની ટારગેટ પ્રાઇઝ 15,250 રૂપિયા રાખી છે.
Axis Bank
JM ફાઇનાન્શિયલે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્ક માટે રૂ. 1,425નો લક્ષ્યાંક રાખ્યો છે. આ સ્ટોકમાં લગભગ 22.5% વધવાનું અનુમાન છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, બેંકના સંચાલન ખર્ચમાં ઘટાડો થયો છે અને તેનો ક્રેડિટ ખર્ચ પણ નિયંત્રણમાં છે, જેથી તેને ફાયદો થશે.
Nippon AMC
JM ફાઇનાન્શિયલ તેના પૉર્ટફોલિયોમાં નિપ્પોન એસેટ મેનેજમેન્ટ ઉમેરવાની ભલામણ કરે છે. ફર્મે તેની લક્ષ્ય કિંમત રૂ. 800 નક્કી કરી છે અને 9ના વધારાની આગાહી કરી છે. એટલે કે આ શેર 9 ટકાની કમાણા કરાવી શકે છે. બ્રોકરેજ અનુસાર, આ શેરનું મૂલ્યાંકન સારું છે અને નાણાકીય વર્ષ 2024 થી 2027 વચ્ચે કંપનીનો નફો પણ 19.5%ના દરે વધે તેવી ધારણા છે.
Samvardhana Motherson
Samvardhana Mothersonના શેરમાં લગભગ 25.7 ટકા કમાવાની તક મળી શકે છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, કંપની વૈશ્વિક સ્તરે હાજર છે અને તેના પ્રૉડક્ટ પોર્ટફોલિયોને સતત વિસ્તારી રહી છે. તેના માટે ફર્મે 210 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. તમને જણાવી દઈએ કે ડેમલર, ફોક્સવેગન, BMW અને ફોર્ડ જેવી મોટી કંપનીઓ સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ (SAMIL)ના ક્લાયન્ટ છે.
Ahluwalia Contracts
અહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સની સતત મજબૂત થતી ઑર્ડર બૂકના કારણે આ શેર કમાણીની જબરદસ્ત તકો પણ ઊભી કરી શકે છે. JM ફાઇનાન્શિયલે તેને રૂ. 1,315ના લક્ષ્ય ભાવે ખરીદવાની સલાહ આપી છે, જે તેના વર્તમાન સ્તરથી લગભગ 22.7% વધારે છે.
Zee Entertainment
JM ઝી એન્ટરટેઈનમેન્ટને લઇને પણ બુલિશ છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, સોની સાથે મર્જરની ડીલ રદ થયા બાદ કંપનીએ તેનું ધ્યાન નફાકારક વૃદ્ધિ તરફ વાળ્યું છે. JM ફાઇનાન્શિયલનો અંદાજ છે કે આ શેર તેના વર્તમાન સ્તરથી લગભગ 41% વધી શકે છે. ફર્મે તેને 200 રૂપિયાના લક્ષ્ય ભાવે ખરીદવાની સલાહ આપી છે.
KPIT Tech
JM ફાઇનાન્શિયલએ KPI ટેક માટે રૂ. 2040ની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. તેનો અંદાજ છે કે આ મિડકેપ IT સ્ટોક લગભગ 33.1 ટકા વધી શકે છે. બ્રોકરેજ કહે છે કે, નાણાકીય વર્ષ 2024 થી 2027 વચ્ચે કંપનીની આવક વૃદ્ધિ 17 ટકાની આસપાસ રહી શકે છે.
Havells Ltd
JM ફાઇનાન્શિયલ માને છે કે ગ્રાહક માગમાં સુધારાથી કંપનીને ફાયદો થશે. તેના શેર 18.5%ના ઉછાળા સાથે રૂ. 2,031ના આંકડાને સ્પર્શી શકે છે. લૉયડ બ્રાન્ડ્સને બાદ કરતા, મધ્યમથી લાંબા ગાળામાં, નાણાકીય વર્ષ 2024-2027 દરમિયાન કંપનીની આવક વૃદ્ધિ 15% રહેવાનો અંદાજ છે.
Cyient DLM
JM ફાઇનાન્શિયલના તેજીવાળા શેરોની યાદીમાં Cyient DLM પણ સામેલ છે. તેમનું કહેવું છે કે કંપની કેટલાક મર્જર અને એક્વિઝિશનની તૈયારી કરી રહી છે, જે તેની આવક વૃદ્ધિને વેગ આપી શકે છે. આવી સ્થિતિમાં, તેના શેરમાં લગભગ 45% કમાણી કરવાની તક મળી શકે છે.
BHEL
બ્રોકરેજ ફર્મ JM ફાઇનાન્શિયલને લાગે છે કે, BHELની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. બ્રોકરેજે આ સ્ટોક માટે રૂ. 371નો લક્ષ્યાંક રાખ્યો છે અને અંદાજ લગાવ્યો છે કે તે લગભગ 49%ની કમાણી કરાવી શકે છે. નાણાકીય વર્ષ 2024-2027 દરમિયાન તેની આવક 30% વધવાની ધારણા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp