Masood Azhar: ભારતના દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક, જાણો જૈશનો નેતા ક્યાં છુપાયો હતો, હવે તે ક્યાં એટમિટ છે?
Masood Azhar: ભારતના દુશ્મન મસૂદ અઝહર વિશે મોટા સમાચાર છે. ભારતના મોસ્ટ વૉન્ટેડ જૈશ નેતા મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે. મસૂદ અઝહર અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો. અહીં જ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક બાદ તરત જ તેને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઇ જવામાં આવ્યો હતો. મસૂદ અઝહરને હાલમાં જ કરાચીની સંયુક્ત સૈન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ અંગે હજુ સુધી કોઇ અપડેટ નથી.
સૂત્રોનો દાવો છે કે ઇસ્લામાબાદથી કાર્ડિયોલોજિસ્ટ પણ કરાચી પહોંચી રહ્યા છે. આતંકી મૌલાના મસૂદ અઝહરને ખોસ્ત પ્રાંતના ગોરબાઝ વિસ્તારથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. એવી શક્યતા છે કે તેને ટૂંક સમયમાં રાવલપિંડીની સૌથી મોટી અને સૌથી સુસજ્જ સૈન્ય હૉસ્પિટલમાં લઇ જવામાં આવશે. પાકિસ્તાને આતંકવાદી મસૂદ અઝહરને ન માત્ર મુક્તિ આપી રાખી છે, પરંતુ તેને આતિથ્ય પણ કરતું રહ્યું છે.
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક મસૂદ અઝહર ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી છે. સપ્ટેમ્બર 2019માં, ભારતે અઝહર અને અન્ય એક પાકિસ્તાની આતંકવાદી, લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ મુહમ્મદ સઇદને કડક આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ 'આતંકવાદી' જાહેર કર્યા હતા. ડિસેમ્બર 1999માં કાઠમંડુથી કંદહાર જતી ફ્લાઇટના અપહરણમાં મુસાફરોના બદલામાં મુક્ત થયેલા આતંકવાદી મસૂદ અઝહરે ખતરનાક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી હતી.
આતંકવાદી મસૂદ અઝહરનો જન્મ 1968માં થયો હતો. તેનું પૂરું નામ મૌલાન મસૂદ અઝહર છે. પાકિસ્તાનમાં બેસીને તેણે ભારતમાં અનેક આતંકી ઘટનાઓને અંજામ આપ્યો છે. તે 'જૈશ-એ-મોહમ્મદ' નામના આતંકવાદી સંગઠનનો સ્થાપક છે. આ આતંકવાદી સંગઠને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ પોતાની આતંકી ગતિવિધિઓ કરી છે.
યુનાઇટેડ નેશન્સ આ સંસ્થાને પહેલા જ બ્લેકલિસ્ટ કરી ચૂક્યું છે. પરંતુ તમામ પ્રતિબંધો છતા આ આતંકવાદી સંગઠન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં વર્ષોથી ફૂલીફાલી રહ્યું હતું. મસૂદ અઝહર તેની ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. વર્ષો સુધી પાકિસ્તાને મસૂદ અઝહર તેના દેશમાં હોવાનું માનવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તાજેતરમાં પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે મસૂદ અઝહરની તબિયત ખરાબ છે અને તે પાકિસ્તાનમાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp