ઇસ્તાંબુલ એરપોર્ટ પર ફસાયા સેંકડો ભારતીય, ઇન્ડિગોની ફ્લાઇટમાં આવી રહ્યા હતા મુંબઇ; ખાવાનું પણ ન

ઇસ્તાંબુલ એરપોર્ટ પર ફસાયા સેંકડો ભારતીય, ઇન્ડિગોની ફ્લાઇટમાં આવી રહ્યા હતા મુંબઇ; ખાવાનું પણ નસીબ નહીં

12/13/2024 World

SidhiKhabar

SidhiKhabar

ઇસ્તાંબુલ એરપોર્ટ પર ફસાયા સેંકડો ભારતીય, ઇન્ડિગોની ફ્લાઇટમાં આવી રહ્યા હતા મુંબઇ; ખાવાનું પણ ન

IndiGo Flight Delayed: ગત દિવસોમાં તુર્કીથી મુંબઇ જતા સેંકડો હવાઇ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિગોના લગભગ 400 મુસાફરો ઇસ્તાંબુલ એરપોર્ટ પર 24 કલાકથી ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક પેસેન્જરના જવાબમાં એરલાઇને કહ્યું કે, ઓપરેશનલ કારણોસર ફ્લાઇટમાં વિલંબ થયો છે.

ઇન્ડિગોના કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને LinkedIn પર દાવો કર્યો હતો કે, પહેલા ફ્લાઇટમાં વિલંબની વાત કહી હતી અને બાદમાં કોઇપણ સૂચના વિના રદ કરી દેવામાં આવી હતી. મુસાફરોમાંથી એક અનુશ્રી ભણસાલીએ જણાવ્યું હતું કે ઉડાણમાં બે વખત એક કલાકનો વિલંબ થયો, ત્યારબાદ રદ કરી દેવામાં આવી હતી અને અંતે 12 કલાક પછી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી.


ભોજનની પણ વ્યવસ્થા નહીં

ભોજનની પણ વ્યવસ્થા નહીં

કેટલાક મુસાફરોએ જણાવ્યું હતું કે ફ્લાઇટ મોડી હોવા છતા, ઇન્ડિગો દ્વારા કોઇ રહેવાની સગવડ, ફૂડ વાઉચર આપવામાં આવ્યા નહોતા અને એરપોર્ટ પર ઇન્ડિગોના પ્રતિનિધિએ પણ તેમનો સંપર્ક કર્યો નહોતો. અન્ય એક મુસાફર રોહન રાજાએ જણાવ્યું હતું કે દિલ્હીથી સવારે 6 વાગીને 40 મિનિટ પર ઉપડેલી ફ્લાઇટ કેન્સલ થયા બાદ લોકોએ ઠંડીથી ઝઝૂમવું પડ્યું હતું કારણ કે એરલાઇન્સે તેમને આપવામાં આવેલા આવાસ સુધી પહોંચવા માટે કોઇ વાહન આપ્યું નહોતું.


ઇન્ડિગોએ માફી માગી

ઇન્ડિગોએ માફી માગી

મુંબઇ જવાની રાહ જોઇ રહેલા પાર્શ્વ મહેતાએ લખ્યું કે, રાત્રે 8 વાગ્યાની ફ્લાઇટ 11 વાગ્યા સુધી અને પછી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વધુમાં, ઇન્ડિગો તરફથી કોઇ જાહેરાત ન થવા અને ટર્કિશ એરલાઇન્સના ક્રૂ તરફથી કોઇ માહિતી ન મળવાના કારણે અવ્યવસ્થા ફેલાઇ ગઇ હતી. મુસાફરોની ફરિયાદોના જવાબમાં, એરલાઇને કહ્યું કે ફ્લાઇટ ઓપરેશનલ કારણોસર વિલંબિત થઇ છે અને અમે તેના માટે માફી માગીએ છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top