Video: ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ વચ્ચે અથડામણ, 100થી વધુ લોકોના મોત

Video: ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ વચ્ચે અથડામણ, 100થી વધુ લોકોના મોત

12/02/2024 World

SidhiKhabar

SidhiKhabar

Video: ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ વચ્ચે અથડામણ, 100થી વધુ લોકોના મોત

Guinea Football Match: પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન જોરદાર હિંસા થઈ છે. અહીં ચાહકોની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. ગિનીના બીજા સૌથી મોટા શહેર એન'જેરેકોરમાં રવિવારે ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો વચ્ચેની અથડામણમાં ડઝનેક લોકો માર્યા ગયા છે, સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ AFPને જણાવ્યું હતું. એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે કહ્યું કે, "હૉસ્પિટલમાં જ્યાં સુધી આંખ દેખાય છે ત્યાં સુધી મૃતદેહોની લાઇન લાગી છે. કોરિડોરમાં ઘણા મૃતદેહો ફ્લોર પર પડ્યા છે, શબઘર ભરેલું છે."


સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે

આ હિંસાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રોડ પર અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, ગુસ્સે થયેલા દેખાવકારોએ એન'જેરેકોર પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને આગ લગાડી.


આ કારણે હિંસા શરૂ થઈ હતી

આ કારણે હિંસા શરૂ થઈ હતી

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, મેચ રેફરીએ વિવાદાસ્પદ નિર્ણય આપ્યા બાદ હિંસા શરૂ થઈ હતી. ત્યારબાદ ચાહકો ગુસ્સે થઈ ગયા હતા અને ત્યારબાદ ભારે હિંસા થઈ હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ મેચ ગિનીના જુન્ટા નેતા મમાદી ડૌમ્બોયાના સન્માનમાં આયોજિત ટૂર્નામેન્ટનો ભાગ હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top