જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં મોટી દુર્ઘટના! સેનાની ટ્રક ખાડામાં પડી, 2 જવાનોના મોત, ઘણા ઇજાગ્રસ્ત
Jammu and Kashmir: ઉત્તર કાશ્મીરના બાંદીપોરા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં શનિવારે ભારતીય સેનાનું એક વાહન ખીણમાં પડી ગયું હતું, જેમાં 2 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં 3 સૈનિકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે, જેમને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના ઘણા જવાનો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલા છે.
અધિકારીઓએ જણાવ્યું કે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઉત્તર કાશ્મીર જિલ્લાના એસ.કે. પાયન પાસે ખીણમાં પડી ગયું. હજુ સુધી આ દુર્ઘટનામાં આતંકવાદી એંગલનો કોઈ પુરાવો મળ્યો નથી. જો કે હાલમાં પોલીસ અને સેનાના જવાનો દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અગાઉ પણ 24 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના બલનોઈ સેક્ટરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. પુંછ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યૂટી દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 જવાનો શહીદ થયા હતા.
#WATCH | Jammu and Kashmir: 2 soldiers died, 3 injured after an Army vehicle veered off the road and plunged into a deep gorge near the Wular Viewpoint in the Bandipora district pic.twitter.com/lQ8MAoY9ca — ANI (@ANI) January 4, 2025
#WATCH | Jammu and Kashmir: 2 soldiers died, 3 injured after an Army vehicle veered off the road and plunged into a deep gorge near the Wular Viewpoint in the Bandipora district pic.twitter.com/lQ8MAoY9ca
બરાબર 4 દિવસ અગાઉ એટલે કે 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂંછ જિલ્લાના મેંધરમાં LOC નજીક બાલનોઈ વિસ્તારમાં સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના સાંજે 6 વાગ્યે થઈ, જ્યારે સેનાનું વાહન ઘણા સૈનિકોને લઈને ઓપરેશનલ ડ્યૂટી પર જઈ રહ્યું હતું. રસ્તામાં અકસ્માત સર્જાયો અને સેનાનું વાહન લગભગ 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં પણ 5 જવાનોના મોત થયા હતા અને 5 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp