Game Changer Event: શું કિયારા અડવાણી હૉસ્પિટલમાં થઇ દાખલ? ગેમ ચેન્જરના પ્રમોશનમાં ન પહોંચી એક્

Game Changer Event: શું કિયારા અડવાણી હૉસ્પિટલમાં થઇ દાખલ? ગેમ ચેન્જરના પ્રમોશનમાં ન પહોંચી એક્ટ્રેસ, હવે ટીમે બતાવ્યું સત્ય

01/04/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

Game Changer Event: શું કિયારા અડવાણી હૉસ્પિટલમાં થઇ દાખલ? ગેમ ચેન્જરના પ્રમોશનમાં ન પહોંચી એક્

Kiara Advani hospitalised: બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ગેમ ચેન્જર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પેન ઈન્ડિયા સ્ટાર રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ બધા વચ્ચે શનિવારે કિયારા અડવાણીને હૉસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર ફેલાઈ ગયા હતા. હવે અભિનેત્રીની ટીમે સમગ્ર સત્ય જણાવી દીધું છે.


કિયારા અડવાણી હૉસ્પિટલમાં થઇ દાખલ

કિયારા અડવાણી હૉસ્પિટલમાં થઇ દાખલ

શનિવારે સમાચાર ફેલાઈ ગયા હતા કે શનિવારે સવારે કિયારા અડવાણીને મુંબઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ખરેખર, અભિનેત્રી આજે મુંબઈમાં તેની આગામી ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલર લોન્ચ અને પ્રેસ મીટમાં હાજરી આપવાની હતી. જોકે, તે આ કાર્યક્રમમાં હાજર રહી શકી નહોતી. ત્યારબાદ સમાચાર આવવા લાગ્યા કે કિયારાને આજે સવારે જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે, તે શા માટે હૉસ્પિટલમાં દાખલ થઇ છે હજુ સુધી જાણી શકાયું નથી.

અભિનેત્રીને હૉસ્પિટલમાં દાખલ કર્યાના સમાચારને કારણે ચાહકો ટેન્શનમાં ગયા હતા. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અભિનેત્રીની ટીમે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીની ટીમે જણાવ્યું છે કે કિયારાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી. અભિનેત્રીને થાકના કારણે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તે સતત કામ કરી રહી છે.


કિયારા અડવાણી ગેમ ચેન્જર ફિલ્મમાં રામ ચરણ સાથે જોવા મળશે

કિયારા અડવાણી ગેમ ચેન્જર ફિલ્મમાં રામ ચરણ સાથે જોવા મળશે

ગેમ ચેન્જરમાં કિયારા અડવાણી અને રામ ચરણની રોમેન્ટિક જોડી જોવા મળશે. હાલમાં જ ફિલ્મની ટીમે લખનૌમાં ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું હતું. એક મિનિટથી વધુ લાંબા ટીઝરમાં રામ ઘણા બધા એક્શન સીન કરવા સાથે કિયારા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો.

અહેવાલ મુજબ, આ ફિલ્મ રાજકારણની દુનિયા પર આધારિત છે અને એક ભારતીય પ્રશાસનિક સેવા (IAS) અધિકારીની વાર્તા પર કેન્દ્રિત છે જે ભ્રષ્ટ રાજકારણીઓનો સામનો કરે છે અને ન્યાયી ચૂંટણીઓ માટે લડે છે. એસ શંકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થશે.


કિયારાનું અંગત જીવન

કિયારાનું અંગત જીવન

કિયારાના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીએ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે. તેણે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજસ્થાનમાં સાત ફેરા લીધા. આ કપલ તેમની ફિલ્મ શેરશાહના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top