સૌરવ ગાંગુલીની દીકરીને નડ્યો અકસ્માત, ટ્રકે કારને મારી ટક્કર
Sourav Ganguly's daughter Sana: પ્રખ્યાત પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની પુત્રીની કારને અકસ્માત નડ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર બેહાલા ચાર રસ્તા વિસ્તારમાં તેની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતના સમયે સૌરવ ગાંગુલીની પુત્રી કારમાં હાજર હતી અને તેનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. ઘટના બાદ ટ્રક ચાલકે ભાગવાના ચક્કરમાં હતો, જો કે તે પકડાઈ ગયો છે. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
વાસ્તવમાં, પૂર્વ ભારતીય કેપ્ટન અને પૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીની કાર શુક્રવારે સાંજે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં તેને સામાન્ય ઈજા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કાર દ્વારા ક્યાંક જઈ રહી હતી, તે દરમિયાન એક ટ્રકે તેની કારને ટક્કર મારી. આ સમગ્ર ઘટના શુક્રવાર સાંજની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના સૌરવ ગાંગુલીના ઘરથી થોડે દૂર થઈ હતી.
પોલીસનું કહેવું છે કે એક ટ્રકે સૌરવ ગાંગુલીની કારને ટક્કર મારી હતી. દુર્ઘટના સમયે કારમાં સૌરવ ગાંગુલીની પુત્રી અને તેનો ડ્રાઈવર હાજર હતા. જો કે આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. કારમાં બેઠા બંને લોકો સુરક્ષિત છે અને તેઓ બચી ગયા હતા. ઘટના બાદ ટ્રકના ચાલકે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો અને પોલીસે તેનો પીછો કર્યો. થોડો પીછો કર્યા બાદ ચાલક ઝડપાઈ ગયો હતો. હાલ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp