સુરતથી ઉદયપુર જતી ખાનગી બસ જોતજોતામાં બની આગનો ગોળો
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં એકાએક ભયાનક આગ લાગી જતા આગના ગોળામાં પરિણમી ગઇ હતી. આગ લાગતા જ મુસાફરોમાં હાહાકાર મચી ગયો હતો. સમય રહેતા તમામ મુસાફરો બહાર ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ બસ સુરત-ઉદયપુર જઈ રહી હતી, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસે મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં એકાએક ભીષણ આગ લાગી જતા હાહાકાર મચી ગયો હતો. જોતજોતામાં બસ આગનો ગોળો બની ગઇ હતી.
ઘટનાના કારણે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસ તપાસ અનુસાર, ડેસ્ટિનેશન વેડિંગ માટે મહેમાનોને લઈ બસ સુરતથી ઉદયપુર જઈ રહી હતી. આ બસમાં સવાર 36 મુસાફરોના કિંમતી કપડાં અને ઘરેણાં સહિતનો સામાન બળીને રાખ થઇ ગયો હતો. બસમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp