સરકારે નવા વર્ષની આપી ભેટ, LPG સિલિન્ડર થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ
LPG Cylinder New Price: નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે દિલ્હીથી મુંબઈ વચ્ચે કોમર્શિયલ ઉપયોગ માટેના 19 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં 14-16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરેલું વપરાશના LPG સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમત 803 રૂપિયા પર યથાવત છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, હૉટલ અને રેસ્ટોરાં જેવી વિવિધ સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતા કૉમર્શિયલ LPGની કિંમત હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 19 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 1804 રૂપિયા હશે, જે પહેલા 1818.50 રૂપિયા હતી.
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં LPG સિલિન્ડર મોંઘા થઈ ગયા હતા. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ અનુસાર, 19 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો હતો. આ અગાઉ પણ નવેમ્બર મહિનામાં કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘા થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે સરકારી તેલ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે.
એરોપ્લેનમાં વપરાતા ATFની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ 1 જાન્યુઆરીથી ઉડ્ડયન ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો છે. ડોમેસ્ટિક એરલાઈન્સ માટે એર ટર્બાઈન ફ્યુઅલ એટલે કે ATFની કિંમતમાં પ્રતિ કિલો લીટર 1401 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ATFના ભાવમાં ઘટાડા બાદ ઘરેલુ હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બરમાં એવિએશન ફ્યૂલ (ATF)ની કિંમતમાં પ્રતિ કિલો લીટર 11401.37 રૂપિયાની રાહત આપવામાં આવી હતી.
નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે અને ઓઈલ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2025 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. જોકે નવા વર્ષના પહેલા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સામાન્ય લોકોને ભાવમાં કોઈ રાહત મળી નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો. એવામાં સામાન્ય જનતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈ રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp