Delhi Assembly Elections 2025:  દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે BJPની પ્રથમ યાદી જાહેર, આ નેતા અરવિ

Delhi Assembly Elections 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે BJPની પ્રથમ યાદી જાહેર, આ નેતા અરવિંદ કેજરીવાલને પડકારશે

01/04/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Delhi Assembly Elections 2025:  દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે BJPની પ્રથમ યાદી જાહેર, આ નેતા અરવિ

BJP Candidates First List:દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે BJPની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. 29 ઉમેદવારોની આ યાદીમાં અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશી સામે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પ્રવેશ સાહિબ સિંહ વર્માને નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અને રમેશ બિધુડીને કાલકાજી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. અરવિંદ કેજરીવેલ પણ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. આ સિવાય AAP સામે બળવો કરીને ભાજપમાં સામેલ થયેલા કૈલાશ ગેહલોતને બિજવાસન બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


કોને ક્યાંથી મળી ટિકિટ?

કોને ક્યાંથી મળી ટિકિટ?

29 ઉમેદવારોની યાદીમાં ભાજપે આદર્શ નગર બેઠક પરથી રાજ કુમાર ભાટિયા, બાદલી બેઠક પરથી દીપક ચૌધરી, નવી દિલ્હી બેઠક પરથી પ્રવેશ વર્મા, કાલકાજી બેઠક પરથી રમેશ બિધૂડી, બિજવાસન બેઠક પરથી કૈલાશ ગેહલોત, માલવિયા નગર બેઠક પરથી સતીષ ઉપાધ્યાય, ગાંધી નગર સીટ પરથી અરવિંદર સિંહ લવલી, મંગોલપુરી સીટ પરથી રાજકુમાર ચૌહાણ, રોહિણી સીટ પરથી વિજેન્દ્ર ગુપ્તા, કરોલ બાગ સીટ પરથી દુષ્યંત ગૌતમ, રાજૌરીની ગાર્ડન સીટ પરથી મનજિંદર સિંહ સિરસાને અને આશિષ સૂદને જનકપુરી સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે.

આ ઉપરાંત આદર્શ નગર સીટ પરથી રાજુમાર ભાટિયા, રિઠલા સીટ પરથી કુલવંત રાણા, નાંગલોઈ દાટ સીટ પરથી મનોજ શૌકીન, મંગોલપુરી (SC) સીટ પરથી રાજકુમાર ચૌહાણ, શાલીમાર બાગ સીટ પરથી રેખા ગુપ્તા, મૉડલ ટાઉન સીટ પરથી અશોક ગોયલ, પટેલ નગર સીટ પરથી રાજકુમાર આનંદ, જંગપુરા સીટ પરથી સરદાર તરવિંદર સિંહ, આર.કે. પુરમ સીટ પરથી અનિલ શર્મા, મહરોલી સીટ પરથી ગજેન્દ્ર યાદવ, છતરપુર સીટ પરથી કરતાર સિંહ, આંબેડકર નગર સીટ પરથી ખુશીરામ ચુનારા, બાદરપુર સીટ પરથી નારાયણ દત્ત શર્મા, પટપરગંજ સીટ પરથી રવિન્દ્ર સિંહ નેગી, વિશ્વાસ નગર સીટ પરથી ઓમ પ્રકાશ શર્મા, કૃષ્ણા નગર સીટ પરથી અનિલ ગોયલ, સીમાપુરી (SC) સીટ પરથી કુમારી રિંકુ, રોહતાસ નગર સીટ પરથી જીતેન્દ્ર મહાજન અને ઘોંડા સીટ પરથી અજય મહાવરને ટિકિટ મળી છે.


અન્ય પક્ષોમાંથી આવનારા નેતાઓને તક મળી

અન્ય પક્ષોમાંથી આવનારા નેતાઓને તક મળી

પાર્ટી હાઈકમાન્ડે અન્ય પાર્ટીઓ સામે બળવો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ તક આપી છે. જેમાં કરતાર સિંહ તંવર, રાજકુમાર ચૌહાણ, કૈલાશ ગેહલોત અને અરવિંદર સિંહ લવલીનો સમાવેશ થાય છે.

ભાજપે 29 બેઠકો પર જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં 2 મહિલા છે. રેખા ગુપ્તાને શાલીમાર બાગથી અને કુમારી રિંકુને સીમાપુરી SC સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top