ફટાકડાની ફેક્ટ્રીમાં જોરદાર વિસ્ફોટ, અકસ્માતમાં 6 મજૂરોના મોત
Tamil Nadu Fireworks Unit: તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન એકમમાં વિસ્ફોટમાં 6 મજૂરોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ કેમિકલ મિશ્રણ કરવાની પ્રક્રિયા દરમિયાન થયો હતો, જેના કારણે ઘણા રૂમો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને રેસ્ક્યુબ વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે. આ ફેક્ટ્રીના 35 રૂમમાં 80થી વધુ મજૂરો કામ કરે છે.
આ ફટાકડા બનાવવાની ફેક્ટ્રી અપ્પાનાયકનપટ્ટી પંચાયતના બોમ્મયપુરમ ગામમાં આવેલી છે, જે બાલાજી નામની વ્યક્તિ ચલાવે છે. આ ઘટના ત્યારે બની જ્યારે ફેક્ટ્રીમાં કામ ચાલી રહ્યું હતું અને કર્મચારીઓ તેમના નિયમિત કામમાં વ્યસ્ત હતા. મૃતકોની ઓળખ વેલમુરુગન, નાગરાજ, કન્નન, કામરાજ, શિવકુમાર અને મિનાક્ષી સુંદરમના રૂપમાં થઈ હતી, જેઓ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં વિરુધુનગરની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
#UPDATE | Three bodies have been recovered so far from the factory in Virudhunagar. Rescue operation underway: Fire & Rescue Department Officials https://t.co/0oZNF3qHAk — ANI (@ANI) January 4, 2025
#UPDATE | Three bodies have been recovered so far from the factory in Virudhunagar. Rescue operation underway: Fire & Rescue Department Officials https://t.co/0oZNF3qHAk
છેલ્લા કેટલાક વર્ષોમાં, તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડા બનાવતી ફેક્ટ્રીઓમાં વિસ્ફોટના ઘણા કિસ્સા નોંધાયા છે. મે 2024માં, વિરુધુનગર જિલ્લામાં શિવકાશીમાં સેંગમલાપટ્ટી નજીક ફટાકડા ઉત્પાદન એકમમાં અકસ્માતમાં 5 મહિલાઓ સહિત 9 મજૂરોના મોત થયા હતા. તે વિસ્ફોટમાં, જ્યાં ફટાકડા રાખવામાં આવ્યા હતા તે 7 રૂમ બળીને રાખ થઈ ગયા હતા.
ફેબ્રુઆરી 2024માં વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટ્રીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા અને એટલી જ સંખ્યામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઑક્ટોબર 2023માં, વિરુધુનગર જિલ્લાના રંગાપલયમ અને કિચનૈકેનપટ્ટી ગામમાં ફટાકડાની 2 ફેક્ટ્રીમાં આગ લાગી હતી, જેમાં 14 લોકોના મોત થયા હતા. જેમાં રંગપલાયમ ફટાકડાની ફેક્ટ્રીમાં વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા હતા અને કિચનૈકેનપટ્ટી ફટાકડા યુનિટમાં વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp