'સબરીમાલા મંદિર જતા ભક્ત વાવર મસ્જિદમાં ન જાય, નહિતર..', ટી. રાજા સિંહ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને ફસાયા
T Raja Singh Ayyappa Devotees: દલ હૈદરાબાદના ગોશામહલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ટી. રાજા સિંહ ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયા છે. તેમણે કેરળના સબરીમાલા મંદિરની મુલાકાત દરમિયાન અયપ્પા સ્વામીના ભક્તોને વાવર મસ્જિદની મુલાકાત ન લેવાની સલાહ આપી છે. તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને વિપક્ષે પણ તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે.
પરંપરા મુજબ, અયપ્પા સ્વામીના ભક્તો સબરીમાલા મંદિરમાં પ્રાર્થના કરવા અગાઉ વાવર મસ્જિદ જાય છે. આ પ્રથા ઘણા દાયકાઓથી ચાલતી આવે છે. થોડા દિવસો અગાઉ પણ આ જ મુદ્દે નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે અયપ્પા સ્વામીના ભક્ત તેમને ગેરમાર્ગે દોરવાના ષડયંત્રનો ભોગ બની રહ્યા છે.
વધુમાં તેમણે સવાલ કરતા કહ્યું કે મેં અયપ્પા સ્વામીના કેટલાક પૂજા કાર્યક્રમો જોયા છે, જેમાં દરગાહમાં આવનારા અને તેમાં શ્રદ્ધા ધરાવતા લોકોને નિમંત્રણ આપવામાં આવે છે. કેટલીકવાર, મુસ્લિમોને પણ હાજરી આપવા નિમંત્રણ આપવામાં આવે છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને શું આપણે કોઈ જાળમાં તો નથી ફસાઇ રહ્યા ને?
રાજા સિંહે વધુમાં કહ્યું કે અયપ્પાના ભક્તોએ સમજવું જોઈએ કે હિંદુ ધર્મ સ્પષ્ટપણે શીખવે છે કે હિંદુઓએ કબરો પર હાથ નમાવવો ન જોઈએ. તેમના મતે જે મસ્જિદમાં જવાથી દીક્ષા માળા પહેરનારા સ્વામી અપવિત્ર થઈ જાય છે. કેરળમાં સબરીમાલા જઈ રહેલા તમામ અયપ્પા સ્વામીઓને મારી વિનંતી છે કે રસ્તામાં એક મસ્જિદ આવે છે. કોઈ અયપ્પા સ્વામીએ તે મસ્જિદમાં જવું ન જોઈએ.
ઘણા અયપ્પા ભક્તોનું માનવું છે કે, વાવર મસ્જિદની મુલાકાત સબરીમાલા તીર્થયાત્રાનો એક અભિન્ન અંગ છે. સબરીમાલા મંદિર ખુલ્લું હોય તે દરમિયાન ભક્તો લગભગ 160 દિવસ સુધી મંદિર અને મસ્જિદની મુલાકાત લે છે. એરુમેલી શહેરમાં વાવર મસ્જિદ અને સબરીમાલા મંદિર વચ્ચેનું અંતર આશરે 60 કિલોમીટર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp