બાબુલ સુપ્રિયો અને અભિજીત ગાંગુલી વચ્ચે રસ્તા પર થયો વિવાદ, જુઓ વીડિયો

બાબુલ સુપ્રિયો અને અભિજીત ગાંગુલી વચ્ચે રસ્તા પર થયો વિવાદ, જુઓ વીડિયો

01/04/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

બાબુલ સુપ્રિયો અને અભિજીત ગાંગુલી વચ્ચે રસ્તા પર થયો વિવાદ, જુઓ વીડિયો

Babul Supriyo BJP MP Abhijit Ganguly Clashed: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં TMC અને BJPના 2 મોટા નેતાઓ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. શુક્રવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે અહીં બંને નેતાઓ વચ્ચે ઝઘડો થયા બાદ પોલીસે મામલો શાંત પાડ્યો હતો. TMC ધારાસભ્ય બાબુલ સુપ્રિયો અને BJP સાંસદ અભિજીત ગાંગુલી વચ્ચે વિવાદ થયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો થતો જોઇ શકાય છે. આ દરમિયાન TMC ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે તેમની કાર રોકી દેવામાં આવી અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો.


હૂટર વગાડીને ખલેલ પહોંચાડવાનો આરોપ

હૂટર વગાડીને ખલેલ પહોંચાડવાનો આરોપ

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય બાબુલ સુપ્રિયો અને ભારતીય જનતા પાર્ટી (BJP) તામલુકના સાંસદ અને પૂર્વ જસ્ટિસ અભિજીત ગાંગુલી વચ્ચે વિવાદનો મામલો સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય બાબુલ સુપ્રિયોએ આક્ષેપ લગાવ્યો હતો કે તેમની કારને (રાત્રે 10:00 વાગ્યે) ગાળો આપીને નિશાનો બનાવવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે મારી કાર પર MLA લખેલું નથી અને તમે MP લખીને ફરો છો. તમે હૂટર દ્વારા રસ્તા પર દોડતા વાહનોને ખલેલ પહોંચાડો છો. જો કે, થોડા સમય બાદ, બીજા હુગલી બ્રિજ પર બંને પક્ષો વચ્ચે હોબાળો જોવા મળ્યો, જેને પોલીસે ઉકેલ્યો.


સાંસદ અને ધારાસભ્ય વચ્ચે વિવાદ

સાંસદ અને ધારાસભ્ય વચ્ચે વિવાદ

બાબુલ સુપ્રિયો પશ્ચિમ બંગાળનો જાણીતો ચહેરો છે, જે TMCના ધારાસભ્ય છે. અભિજીત ગાંગુલી પણ પૂર્વ ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને પશ્ચિમ બંગાળની તામલુક લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. બંને વચ્ચેના વિવાદનો વીડિયો સામે આવ્યો છે. હાલ તો પોલીસે આ મામલો શાંત પાડ્યો છે. બંનેને લઇને પાર્ટી તરફથી કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. વીડિયોમાં બાબુલ સુપ્રિયોને કારમાંથી ઉતરીને સાંસદ અભિજીત ગાંગુલીની કાર પાસે જતા જોઇ શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top