શું Hush Money Caseમાં દોષિત જાહેર થયા પછી પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લઈ શકશે? જાણો USનો કાયદો શું કહે છે
Donald Trump: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ અગાઉ મોટી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. એડલ્ટ સ્ટાર સાથે સંબંધ બાંધ્યા બાદ તેમનું મોઢું બંધ રાખવા માટે પૈસા આપવાના કેસમાં તેમને દોષી ઠેરવ્યા બાદ અમેરિકન કોર્ટે હવે સજાની તારીખ નક્કી કરી દીધી છે.
કેસની સુનાવણી કરી રહેલા જજે સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પ શપથ લે તે અગાઉ આ નિર્ણય આપવો જરૂરી બની ગયો છે. તો જ ન્યાયનું રક્ષણ થશે. જજે ટ્રમ્પની સજા માટે 10 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. એવામાં સવાલ એ છે કે શું ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લઈ શકશે? આ મામલે અમેરિકાનો કાયદો શું કહે છે ચાલો જાણીએ.
ટ્રમ્પને દોષિત ઠેરવ્યા બાદ જજ જુઆન મર્ચેને તેમની સજાની તારીખ નક્કી કરવા અગાઉ 18 પાનાં પર પોતાની ટિપ્પણી આપી છે. મર્ચેને ન્યૂયોર્કની જ્યૂરી દ્વારા આ કેસમાં ટ્રમ્પને આપવામાં આવેલી સજાને યથાવત રાખી. સાથે જ ટ્રમ્પના વકીલોના તમામ પ્રસ્તાવોને પણ ફગાવી દીધા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે જજનો આ આદેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પણ ઉલ્લંઘન કરે છે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓને પદ પર હોય ત્યારે કોઈપણ પ્રકારની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જજ મર્ચેને ટ્રમ્પની અપીલ અને તમામ દલીલોને ફગાવી દેતા કહ્યું કે પદના શપથ લીધા બાદ તેમને કાર્યવાહીમાંથી છૂટ મળી જશે.
મર્ચને એ દલીલને નકારી કાઢી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ કાર્યવાહીમાંથી છૂટ મળી જશે. આ બાબતે, ટ્રમ્પના પ્રવક્તા સ્ટીવન ચેંઉગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માટે સજા નક્કી કરવાના મર્ચેનના નિર્ણયની નિંદા કરી અને તેને સુપ્રીમ કોર્ટના પ્રતિરક્ષા નિર્ણય અને અન્ય લાંબા સમયથી ચાલતા ન્યાયશાસ્ત્રનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું.
તેમણે કહ્યું કે આ ગેરકાયદેસર કેસ ક્યારેય લાવવામાં આવ્યો નહોતો. બંધારણ માગ કરે છે કે તેને તાત્કાલિક બરતરફ કરવામાં આવે. આનાથી ટ્રમ્પને રાષ્ટ્રપતિ પરિવર્તન પ્રક્રિયા ચાલુ રાખવા અને રાષ્ટ્રપતિ પદના મહત્ત્વપૂર્ણ કર્તવ્યોને કોઈ બાધા વિના ચલાવવાની મંજૂરી આપવી જોઈએ. તેમને કોઈ સજા થવી ન જોઈએ. જ્યાં સુધી આપણે બધા મરી ન જઈએ ત્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ છેતરપિંડી સામે લડવાનું ચાલુ રાખશે."
અમેરિકાના કાયદાકીય નિષ્ણાતો કહે છે કે 78 વર્ષીય ટ્રમ્પને સંભવિત રીતે 4 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા અગાઉ પણ નિષ્ણાતોએ કહ્યું હતું કે દોષિત ઠર્યા બાદ પણ પૂર્વ રાષ્ટ્રપતિને જેલમાં મોકલવામાં આવશે નહીં. ટ્રમ્પ આ નિર્ણય સામે અપીલ દાખલ કરી શકે છે. તેનાથી તેમની સજામાં વિલંબ થઈ શકે છે.
ટ્રમ્પે જજ મર્ચનને "કટ્ટરપંથી પક્ષપાતી" ગણાવ્યા અને કહ્યું કે આદેશ "ઇરાદાપૂર્વક ગેરકાયદેસર છે. તે આપણા બંધારણની વિરુદ્ધ છે અને, જો ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવે તો, આપણે જાણીએ છીએ તેમ રાષ્ટ્રપતિ પદનો અંત જેવું થશે. મે 2024માં, ન્યૂયોર્કમાં ટ્રમ્પે 2016ની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પૉર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2006ના એક કથિત યૌનાચાર કેસમાં મોઢું બંધ કરવા માટે એડલ્ટ સ્ટારને ગુપ્ત ધન (હશ મની) ચૂકવવા સહિત ખોટા બિઝનેસ રેકોર્ડના 34 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp