Video: જોશમાં હોશ ખોઇ બેઠો કોહલી, વિરાટે કોન્સ્ટાસને મારી ટક્કર, શુ કહે છે ICCનો નિયમ
Virat Kohli: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટનો રોમાંચક રીતે પ્રારંભ થયો હતો. સ્ટાર વિરાટ કોહલીની ગર્જનાએ ચાહકોને વહેલી સવારે ઊંઘ ઉડાવી દીધી. તેણે ઓસ્ટ્રેલિયાના ડેબ્યૂટન્ટ સેમ કોન્સ્ટાસને એવી રીતે સ્લેજ કર્યો કે સોશિયલ મીડિયા પર હેંગ થઇ ગયું. મેદાન પર બંને ખેલાડીઓ વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું હતું. હવે 19 વર્ષીય યુવાન કોસ્ટન્સે મેલબોર્ન ટેસ્ટની મધ્યમાં આ ઘટના પર પોતાનું મૌન તોડ્યું છે.
19 વર્ષના યુવા ખેલાડી સેમ કોન્સ્ટાસે મેલબોર્નમાં શાનદાર અંદાજમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે બુમરાહ સહિત ભારતીય બૉલરોને સખત ક્લાસ લીધા. 10મી અને 11મી ઓવરની વચ્ચે વિરાટ કોહલી બૉલ લઇને કોન્સ્ટાસ તરફ ગયો અને તેના ખભા સાથે અથડાયો. ઓવર પૂરી થયા બાદ કોહલી સામેથી આવ્યો અને તેણે સેમને ખભાથી ધક્કો માર્યો.
ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. કોહલીએ સ્પષ્ટતા આપવા લાગ્યો કે તેણે આ જાણી જોઈને નથી કર્યું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર કોહલીની ટીકા પણ થઇ હતી. અમ્પાયર અને ઉસ્માન ખ્વાજાએ સાથે મળીને મામલો ત્યાં જ ખતમ કરી દીધો. ખ્વાજા વિરાટના ખભા પર હાથ મૂકીને તેને રમૂજી અંદાજમાં લેતો જોવા મળ્યો હતો. જો કે યુવા ખેલાડીએ આ મુદ્દાને પાછળ છોડી દીધો છે.
જોશમાં હોશ ખોઇ બેઠો કોહલી, વિરાટે કોન્સ્ટાસને મારી ટક્કર#india #australia #melbourne #cricket #cricketnews #viratkohli #viratkohli18 #viratkohliedits #testmatch #testmatches #constantas #sidhikhabar pic.twitter.com/G4jC7b89BZ — SidhiKhabar (@naik_jwalant) December 26, 2024
જોશમાં હોશ ખોઇ બેઠો કોહલી, વિરાટે કોન્સ્ટાસને મારી ટક્કર#india #australia #melbourne #cricket #cricketnews #viratkohli #viratkohli18 #viratkohliedits #testmatch #testmatches #constantas #sidhikhabar pic.twitter.com/G4jC7b89BZ
વિરાટની સ્લેજિંગ પર કોન્સ્ટાસે કહ્યું કે, 'ફિલ્ડ પર જે પણ થયું, તેને ત્યાં જ રહેવા દો.' આ સિવાય તેણે જસપ્રીત બુમરાહની બોલિંગ વિશે વાત કરી. યુવા ખેલાડીએ બુમરાહનો બહાદુરીપૂર્વક સામનો કર્યો અને તેના બૉલ પર રિવર્સ સિક્સર ફટકારીને લાઇમલાઇટ મેળવી. કોન્સ્ટાસે બુમરાહ વિશે કહ્યું કે, 'હું તેને ટારગેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો.'
કોન્સ્ટાસે ઓસ્ટ્રેલિયાને જોરદાર શરૂઆત આપીને પોતાના ટેસ્ટ ડેબ્યૂના પ્રથમ દિવસને યાદગાર બનાવ્યો હતો. તેણે 65 બોલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના શાનદાર બૉલનો શિકાર બન્યો હતો. ડ્રેસિંગ રૂમમાં કોન્સ્ટાસનું ભવ્ય અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
હવે ICC આ મામલે તપાસ કરી શકે છે. ICC આચાર સંહિતાની કલમ 2.12 જણાવે છે કે, "ક્રિકેટમાં કોઈપણ પ્રકારનો અયોગ્ય શારીરિક સંપર્ક પ્રતિબંધિત છે. મર્યાદા વિના, ખેલાડીઓ આ નિયમનો ભંગ કરશે જો તેઓ જાણીજોઈને, બેદરકારીથી અને/અથવા બેદરકારીપૂર્વક અન્ય ખેલાડી સાથે ટકરાય છે કે અમ્પાયર સાથે ટકરાય છે અથવા દોડે છે કે ખભા સાથે ટકરાય છે.
"ભંગની ગંભીરતાનું મૂલ્યાંકન કરતી વખતે, નીચેના પરિબળો (મર્યાદા વિના) ધ્યાનમાં લેવામાં આવશે: (i) ચોક્કસ પરિસ્થિતિનો સંદર્ભ, જેમાં મર્યાદા વિના, ઇરાદાપૂર્વક સંપર્ક (એટલે કે ઇરાદાપૂર્વક), બેદરકારીથી હતો કે ટાળવા યોગ્ય હતી સહિત; ( ii) સંપર્કની તાકત; (iii) જે વ્યક્તિનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેને થતી કોઈપણ ઈજા; અને (iv) એ વ્યક્તિ જેની સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો.
Heated moment between Virat and Konstas 🥶 #INDvAUS pic.twitter.com/OSijwQphdA — Naveen 🇮🇳 (@Cric_Naveen) December 26, 2024
Heated moment between Virat and Konstas 🥶 #INDvAUS pic.twitter.com/OSijwQphdA
ICCના નિયમો અનુસાર ક્રિકેટમાં કોઈપણ રીતે શારીરિક હોવું પ્રતિબંધિત છે. આવી ઘટનાઓમાં ખેલાડીને લેવલ 2 હેઠળ દોષિત ગણવામાં આવે છે. વિરાટ કે સેમ જે કોઈની ભૂલ હતી, તેને 3 થી 4 ડીમેરિટ પોઈન્ટ્સનો ભોગ બનવું પડી શકે છે. આશા છે કે આ મામલો બહુ મોટો નહીં હોય. આવી સ્થિતિમાં મેચ પ્રતિબંધની શક્યતા ઓછી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp