India Vs Australia Test: કોન્સ્ટાસને ટક્કર મારવાના મામલે ICCએ વિરાટ કોહલી પર કરી કાર્યવાહી

India Vs Australia Test: કોન્સ્ટાસને ટક્કર મારવાના મામલે ICCએ વિરાટ કોહલી પર કરી કાર્યવાહી

12/26/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

India Vs Australia Test: કોન્સ્ટાસને ટક્કર મારવાના મામલે ICCએ વિરાટ કોહલી પર કરી કાર્યવાહી

Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે જ વિવાદોમાં ફસાઇ ગયો હતો. તેણે મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરી રહેલા 19 વર્ષીય ઓપનર સેમ કોન્સ્ટાસને જાણી જોઇને ટક્કર મારી હતી. પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ વિરાટ કોહલી જ્યારે મેચ રેફરી સમક્ષ હાજર થયો ત્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી, પરંતુ ICCના નિયમો અનુસાર દંડથી બચી શક્યો નહોતો.


સિરાજે પણ સેમ સાથે થોડી બહેસ કરી હતી

સિરાજે પણ સેમ સાથે થોડી બહેસ કરી હતી

આ ઘટના મોહમ્મદ સિરાજે ફેંકેલી 10મી ઓવર પછી બની હતી. સિરાજે પણ સેમ સાથે થોડી બહેસ કરી હતી, ત્યારબાદ કોહલીએ ઓવરની મધ્યમાં સાઇડ બદલતી વખતે કોન્સ્ટાસને ખભાથી ધક્કો માર્યો હતો. ICCના નિયમો અનુસાર, “ક્રિકેટમાં કોઇપણ પ્રકારનો અયોગ્ય શારીરિક સંપર્ક પ્રતિબંધિત છે. જ્યારે તેઓ ઇરાદાપૂર્વક, વિચાર્યા વિના કે અજાણતાં અન્ય ખેલાડી અથવા અમ્પાયરને તેમના ખભા સાથે અથડાશે અથવા ધક્કો મારશે ત્યારે ખેલાડીઓ આ નિયમનું ઉલ્લંઘન કરશે.”


વિરાટ કોહલીને તેની મેચ ફીસનો 20 ટકા દંડ ફટકારાયો

વિરાટ કોહલીને તેની મેચ ફીસનો 20 ટકા દંડ ફટકારાયો

વિરાટ કોહલીને તેની મેચ ફીસનો 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેને એક ડીમેરિટ પોઇન્ટ પણ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના પહેલા દિવસે સેમ કોસ્ટાસ સાથે મેદાન પર થયેલી અથડામણ માટે તેને આ સજા આપવામાં આવી છે. કોહલી અને 19 વર્ષીય ડેબ્યૂટેન્ટ કોન્સ્ટાસ વચ્ચે એક નાની પરંતુ ઉગ્ર દલીલ થઇ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top