કોંગ્રેસના પોસ્ટરમાં ભારતનો અધૂરો નકશો બતાવાતા રાજકારણ ગરમાયું, ભાજપે કહ્યું- 'આ બીજી..'

કોંગ્રેસના પોસ્ટરમાં ભારતનો અધૂરો નકશો બતાવાતા રાજકારણ ગરમાયું, ભાજપે કહ્યું- 'આ બીજી..'

12/26/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસના પોસ્ટરમાં ભારતનો અધૂરો નકશો બતાવાતા રાજકારણ ગરમાયું, ભાજપે કહ્યું- 'આ બીજી..'

Congress Poster: કોંગ્રેસના બેલગાવી અધિવેશનમાં પોસ્ટર પર પ્રદર્શિત ભારતના નકશાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે પોસ્ટરમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે, 'બેલગાવી કાર્યક્રમમાં કોંગ્રેસે પોતાના બધા હોર્ડિંગ્સ પર ભારતનો અધૂરો નકશો લગાવ્યો. એ પોસ્ટરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય લોકોની તસવીરો લગાવવામાં આવી છે, જેમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે.'


કોંગ્રેસ બીજી મુસ્લિમ લીગ- ભાજપ

કોંગ્રેસ બીજી મુસ્લિમ લીગ- ભાજપ

અમિત માલવિયાએ કહ્યું કે, "કોંગ્રેસના કાર્યક્રમમાં એમ થવું કોઇ ભૂલ ન હોઈ શકે. તે એક નિવેદન છે. આ તેમની તુષ્ટિકરણની રાજનીતિનો એક ભાગ છે, જે માને છે કે ભારતીય મુસ્લિમો ભારત કરતા પાકિસ્તાન પ્રત્યે વધુ વફાદાર છે." અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ બીજી મુસ્લિમ લીગ છે અને ભારતને ફરીથી તોડવા માગે છે.


શું છે કોંગ્રેસનું બેલગવી અધિવેશન?

શું છે કોંગ્રેસનું બેલગવી અધિવેશન?

કર્ણાટકના બેલગાવી સંમેલનના અધિવેશન પર છપાયેલા ભારતના નકશામાંથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનના વિસ્તારો ગાયબ છે. વર્ષ 1924માં મહાત્મા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યાની 100મી વર્ષગાંઠના અવસર પર, કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકના બેલગાવીમાં CWCની વિશેષ બેઠકનું આયોજન કર્યું છે. 100 વર્ષ અગાઉ મહાત્મા ગાંધીએ બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની અધ્યક્ષતા કરી હતી.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કોંગ્રેસના આ કાર્યક્રમ પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે, "આ બે અલગ કોંગ્રેસ છે. આ એક જનવિરોધી, રાષ્ટ્રવિરોધી કોંગ્રેસ છે અને તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ હતી. આ લોકોને નૈતિક ઉજવણી કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી, પરંતુ તેઓ ઉજવણી કરી રહ્યા છે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top