ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ લાગશે, હવે કોચિંગ સેન્ટર વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી શકશે નહીં, CC

ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ લાગશે, હવે કોચિંગ સેન્ટર વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી શકશે નહીં, CCPAએ જાહેર કરી નવી ગાઇડલાઇન

11/14/2024 Education

SidhiKhabar

SidhiKhabar

ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ લાગશે, હવે કોચિંગ સેન્ટર વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી શકશે નહીં, CC

સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ કોચિંગ સેન્ટરો દ્વારા જાહેર કરવામાં આવતી ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકાઓનું મુખ્ય ઉદ્દેશ્ય જાહેરાતો દ્વારા ગેરમાર્ગે દોરતી કોઇપણ પ્રકારની છેતરપિંડીથી વિદ્યાર્થીઓને બચાવવાનો છે.

આ દિશા-નિર્દેશો તૈયાર કરવા માટે, એક સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ, શિક્ષણ મંત્રાલય, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકાદમી ઓફ એડમિનિસ્ટ્રેશન, નેશનલ લૉ યુનિવર્સિટી (NLU) દિલ્હી, કાયદાકીય સંસ્થાઓ અને ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સમિતિએ નિર્ણય લીધો છે કે કોચિંગ સેન્ટરો દ્વારા બહાર પાડવામાં આવતી જાહેરાતોમાં વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા હોય તેવા દાવાઓ ન હોવા જોઇએ. હવે આ દિશા-નિર્દેશોનું પાલન તમામ કોચિંગ સેન્ટરો માટે ફરજિયાત રહેશે. જો કોઇ કોચિંગ સેન્ટર આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આવી જાહેરાતો પર પ્રતિબંધ રહેશે

આવી જાહેરાતો પર પ્રતિબંધ રહેશે

પ્રસ્તાવિત અભ્યાસક્રમો, તેમની અવધિ, ફેકલ્ટી લાયકાત, ફી અને રિફંડ નીતિઓ, પસંદગી દર, સફળતાની કહેનીઓ, પરીક્ષા રેન્કિંગ અને નોકરીની સુરક્ષાના વાયદા. શૈક્ષણિક સંસ્થાઓમાં બાંયધરીયુક્ત પ્રવેશ અથવા પ્રમોશન સંબંધિત આવી તમામ જાહેરાતો પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કોચિંગ સંસ્થાઓએ યોગ્યતાઓને અતિશયોક્તિ કર્યા વિના તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંસાધનો અને સુવિધાઓનું સચોટ વર્ણન કરવું જોઇએ.

જ્યાં સુધી વિદ્યાર્થીઓની લેખિત પરવાનગી ન મળે, ત્યાં સુધી કોચિંગ સેન્ટર તેમના નામ, ફોટો અથવા તેમના દ્વારા મેળવેલા કોઇપણ પ્રમાણપત્રનો ઉપયોગ જાહેરાતમાં કરી શકશે નહીં અને આ સંમતિ પણ વિદ્યાર્થીની કોઇપણ પરીક્ષામાં પસંદગી પામ્યા બાદ લેવામાં આવશે. તેનો હેતુ વિદ્યાર્થીઓને પ્રવેશ દરમિયાન કોઇપણ પ્રકારના દબાણથી બચાવવાનો પણ છે.


જાહેરાતોમાં પારદર્શિતા હોવી જોઇએ

કોચિંગ સેન્ટરોએ જાહેરાતમાં વિદ્યાર્થીના ફોટોગ્રાફ સાથે નામ, રેન્ક અને કોર્સ જેવી મહત્ત્વની માહિતી આપવાની રહેશે. તેઓ કોર્સ માટે સફળ વિદ્યાર્થીએ કેટલી ફી ચૂકવી તેનો પણ ઉલ્લેખ કરવો પડશે. વિદ્યાર્થીઓ નાના પ્રિન્ટ દ્વારા ગેરમાર્ગે ન દોરાય તે માટે આ તમામ માહિતી મોટા અક્ષરોમાં આપવાની રહેશે.

કોચિંગ સેન્ટરો પણ આવી જાહેરાતો બહાર પાડવા અગાઉ સંપૂર્ણ પારદર્શિતા જાળવશે, જેમાં ઓછી બેઠકો અથવા ઓછો સમય કહીને વિદ્યાર્થીઓને જલદી પ્રવેશ લેવા દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

દરેક કોચિંગ સેન્ટરે નેશનલ કન્ઝ્યૂમર હેલ્પલાઇન સાથે જોડાવું પડશે. જેથી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અન્યાયી વેપાર પ્રથાઓ વિશે માહિતી આપવા અથવા ફરિયાદ નોંધાવવાનું સરળ બનાવશે.


માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ કેવા પ્રકારની કાર્યવાહી થઇ શકે છે?

માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ કેવા પ્રકારની કાર્યવાહી થઇ શકે છે?

જો કોઇ કોચિંગ સેન્ટર આ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સેન્ટ્રલ ઓથોરિટી પાસે દંડ ફટકારવા, જવાબદારી સુનિશ્ચિત કરવા અને આવી ભ્રામક પ્રથાઓની ઘટનાઓને રોકવા સહિત અપરાધીઓ સામે કડક પગલાં લેવાની સંપૂર્ણ સત્તા હશે.

આ માર્ગદર્શિકાઓનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનું શોષણ અટકાવવાનો છે અને એ સુનિશ્ચિત કરવાનો છે કે વિદ્યાર્થીઓને ખોટા વાયદા અને ખોટા પ્રમોશનની મદદથી ગેરમાર્ગે દોરવામાં ન આવે અથવા વિદ્યાર્થીઓ પર કોચિંગ સંસ્થાને સમર્થન આપવા માટે અયોગ્ય દબાણ ન કરવામાં આવે.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, CCPAએ કોચિંગ કેન્દ્રોની ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે પણ જાતે જ કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભ્રામક જાહેરાતોને લઇને અલગ-અલગ કોચિંગ સેન્ટરોને 45 નોટિસ આપવામાં આવી છે. એટલું જ નહીં, 18 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર 54 લાખ 60 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમને ભ્રામક જાહેરાતો બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top