ગુજરાત: સ્કૂટર ખરીદવા 20 હજાર ઘટતા હતા તો સાળાએ બનેવીના ઘરે જ ચોરી કરી

ગુજરાત: સ્કૂટર ખરીદવા 20 હજાર ઘટતા હતા તો સાળાએ બનેવીના ઘરે જ ચોરી કરી

11/15/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત: સ્કૂટર ખરીદવા 20 હજાર ઘટતા હતા તો સાળાએ બનેવીના ઘરે જ ચોરી કરી

Surat: અત્યારે ઉત્તરોઉત્તર ગુનાની ઘટનાઓ વધી રહી છે. ચોરીથી લઇને નજીવી બાબતે હત્યા કરવા માટે લોકો જરાંય ખચકાતા નથી. તમે ચોરીની ઘટનાઓ વિશે અવારનવાર વાંચવા કે સાંભળવા મળી જતું હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે સુરતથી, જ્યાં એક સાળાએ પોતાના જ બનેવીને ઘરમાં ધાડ પાડી દીધી એટલે કે ચોરી કરી નાખી. ચાલો વધુમાં જાણીએ સાળાએ આવુ કૃત્ય શા માટે કર્યું.


16 લાખ 22 હજાર રૂપિયાની ચોરી કરી હતી

16 લાખ 22 હજાર રૂપિયાની ચોરી કરી હતી

આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે, આજથી 3 મહિના અગાઉ આરોપીને સ્કૂટર ખરીદવું હતું, પરંતુ તેને 20 હજાર રૂપિયા ઓછા પડતા હતા. એટલે આરોપીએ તેના બહેન-બનેવી પાસે પૈસાની માગણી કરી હતી, પરંતુ બનેવીએ ના પાડી દીધી હતી. ત્યારબાદ બહેન-બનેવી વીરપુર ફરવા ગયા ત્યારે લાગ જોઇને આરોપી સાળાએ ઘરનું તાળું તોડીને કુલ 16 લાખ 22 હજાર રૂપિયાની ચોરી કરી હતી. આરોપીનું નામ જયકુમાર ભંડારી છે. તેણે ઘરેણા ચોર્યા બાદ ઘરની દિવાલમાં ચણતર કરીને તેમાં સંતાડી દીધા હતા. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top