ગુજરાત: આ ભાજપના નેતાએ તો હદ વટાવી, ઘરમાં ઘૂસીને મહિલા સાથે દૂષ્કર્મ કર્યું; સસ્પેન્ડ
BJP councilor accused of rape: ગુજરાતમાં ગુનાખોરી ઉત્તરોત્તર વધતી જઇ રહી છે. ગુનેગારો, અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. હત્યા, દુષ્કર્મ, ચોરી, લૂંટફાટ, ખંડણી, ધાક-ધમકી જેવી ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એવી જ વધુ એક ઘટના આણંદથી સામે આવી છે. અહીની નગરપાલિકાના કાઉન્સિલરને તો કોઈ પ્રકારનો ભય જ ન હોય તેમ મહિલાના ઘરમાં ઘૂસીને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. ચાલો વધુમાં જાણીએ શું છે આખો મામલો.
આણંદ નગરપાલિકાના ભાજપના મેન્ડેટ પર વોર્ડ નંબર-6માં જીત હાંસલ કરીને કાઉન્સિલર દીપૂ પ્રજાપતિ (Deepu Gordhanbhai Prajapati)એ શનિવારની મોડી રાત્રે પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મની ઘટનાને અંજામ આપી હતી. જોકે, અચાનક ઘરે આવેલા પરિણીતાના પતિએ તેને પકડી રૂમમાં બંધ કરી દીધો હતો. જેથી, કાઉન્સિલરે તરત જ તેના મિત્રોને બોલાવ્યાં હતા. જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. જેમાં સામસામે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. દિલીપને છોડાવવા આવેલા ઇસમોએ લોખંડના પાઇપથી હુમલો કરતા પરિણીતાના ભાઈને પણ ગંભીર ઇજા પહોંચી હતી.આખરે આ મામલો આણંદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આ મામલે પરિણીતાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં કરેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિલીપ પ્રજાપતિ સાથે લગભગ 6 મહિના અગાઉ સંપર્કમાં આવ્યા હતા. આ સંપર્ક બાદ દિલીપે તેનો મોબાઇલ નંબર લીધો હતો. ત્યારબાદબાદમાં વારંવાર તેનો સંપર્ક કરતો હતો. કાઉન્સિલર દિલીપ પ્રજાપતિએ 6 જૂનથી 16 નવેમ્બર દરમિયાન ઘણી વખત દૂષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જો મહિલા વિરોધ કરે તો તેના વીડિયો અને ફોટા પતિના મોબાઇલમાં મોકલવાની ધમકી આપતો હતો.
આ દરમિયાનમાં દિલીપ પ્રજાપતિ શનિવારની રાત્રે અચાનક પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો અને દૂષ્કર્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયગાળામાં પરિણીતાનો પતિ ઘરે આવી ગયો હતો અને તેને પકડી પાડ્યો હતો. જોકે, આ સમયે ઝપાઝપી થઇ હતી. પરંતુ પરિણીતાના પતિએ તેને રૂમમાં પુરી દીધો હતો.
હવે આ મામલો સામે આવ્યા બાદ ભાજપ હરકતમાં આવી છે અને ગોરધન પ્રજાપતિને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પાર્ટીનું સસ્પેન્શન લેટર પણ સામે આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આપ દિલીપભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આણંદ નગરપાલિકાના વોર્ડ નં-6માં ભારતીય જનતા પાર્ટીના પ્રતિક પર ચૂંટાયેલા કૌન્સીલાર છો. આજરોજ અમને મળેલી માહિતી મુજબ, તમારી વિરુધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જે પાર્ટીની ગરીમાને નુકસાનકારક હોવા સાથે પક્ષની શિસ્તભંગનો કિસ્સો બને છે. આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના અનુસાર તમને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp