સુરત જિલ્લાના આ તાલુકામાં ધરતીકંપના આંચકા અનુભવાયા, ગુજરાત સિવાય અન્ય 2 રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા
Earthquake: આજે વહેલી સવારે સુરત જિલ્લાના આદિવાસી બહુધા વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકાના સટવાન, જૂના ઉમરપાડા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 6:૦૦ વાગ્યે ધરતી કંપના હળવા આંચકા આવ્યા હોવાનું. ઘરના વાસણો ખખડતા ધરતીકંપ આવ્યો હોવાની જાણ થઇ હતી. લોકોએ ભૂકંપ અંગે તંત્રને જાણ કરી હતી. જાનમાલને કોઈ નુકસાન ન થતા બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતના ઉમરપાડા સિવાય અન્ય 2 રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે મંગળવારે સવારે 7:53 વાગ્યે હરિયાણાના રોહતક જિલ્લાના સાંપલા અને અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતાની તિવ્રતા 3.0ની આસપાસ માપવામાં આવી છે. કોઈ નુકસાનના સમાચાર નથી.
તો સિક્કિમના ગંગટોકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ ભૂકંપ બપોરે 2:૦૦ વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp