ગુજરાત: રેગિંગથી M.B.B.S.ના વિદ્યાર્થીનું મોત થવાના મામલે કૉલેજની મોટી કાર્યવાહી

ગુજરાત: રેગિંગથી M.B.B.S.ના વિદ્યાર્થીનું મોત થવાના મામલે કૉલેજની મોટી કાર્યવાહી

11/18/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત: રેગિંગથી M.B.B.S.ના વિદ્યાર્થીનું મોત થવાના મામલે કૉલેજની મોટી કાર્યવાહી

Gujarat medical student dies during ragging: તમે ફિલ્મોમાં કોલેજના વિદ્યાર્થીઓ કે શાળાના વિદ્યાર્થીઓને રેગિંગ કરતા હોય એવા દૃશ્ય જોયા જ હશે, જેમાં સીનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરતા હોય છે. એવું જ કઈક બન્યું છે ગુજરાતની એક કૉલેજમાં પણ એવી જ કઈક ઘટના બની છે, જેમાં એક વિદ્યાર્થીનું મોત થઇ ગયું છે.

M.B.B.S.ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામના વિદ્યાર્થીનું મોત થઇ જતા હાહાકાર મચી જવા પામ્યો છે. અનિલ નટવરભાઈ મેથાણિયા (ઉંમર ૧૮ વર્ષ) નામનો યુવક પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ગઈ કાલે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સીનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હતું. જેના કારણે અનિલનું મોત થઇ ગયું.

મળતી મહિતી પ્રમાણે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીની રેગિંગ કેસને લઈને મોટુ અપડેટ આવ્યુ છે. રેગિંગ કેસને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં વિદ્યાર્થીની રેગિંગ કેસમાં 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓ સામે FIR નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મેડિકલ કૉલેજ ઓથોરિટી દ્વારા તપાસ કમિટીની નિમણૂક કરાઇ

મેડિકલ કૉલેજ ઓથોરિટી દ્વારા તપાસ કમિટીની નિમણૂક કરાઇ

ધારપુર મેડિકલ કૉલેજના ડીને જણાવ્યું હતું કે ગઇ કાલે સીનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સતત ૩ કલાક ઊભા રખાડીને તેમનો પરિચય આપવાની વાત કરી હતી. એ દરમિયાન અનિલ અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મોત થઇ ગયું હતું.

મેડિકલ કૉલેજ ઓથોરિટી દ્વારા તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કર્યાનું સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે પાટણ સિવિલમાં પેનલ ડૉક્ટર અને વીડિયોગ્રાફી સાથે વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.


સીનિયર વિદ્યાર્થીઓએ દબાણ કર્યું

સીનિયર વિદ્યાર્થીઓએ દબાણ કર્યું

M.B.B.S.ના પ્રથમ વર્ષના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે 7-8 સીનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓના ગ્રુપને લગભગ 3 કલાક ઊભા રહેવા અને પોતાનો પરિચય આપવા દબાણ કર્યું હતું. તેમણે અમને ઊભા રહેવા દબાણ કર્યું હતું. અમારી સાથે ઊભો રહેલો એક વિદ્યાર્થી બેહોશ થઈ ગયો હતો. અમે તેને હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં તેનું મોત થઇ ગયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top