Video: મહિલાઓના કપડાં ઉતારીને.., બાઇક હટાવવાના મામલે આદિવાસી યુવાન સાથે વિધર્મીએ કરી મારામારી
Navsari News: નવસારીમાં બાઇક હટાવી લેવાના મામલે 2 જૂથો વચ્ચો કોમી તંગદિલી સંર્જાઇ હતી. જેમાં 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. અહીં મોડી રાત્રે શાંતિ ડહોળાઇ તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. મળતી મહિતી મુજબ, નવસારીના દરગાહ રોડ ઉપર આવેલી મોટી દરગાહ સામે પેન્ટર શેખની ગલીમાં રહેતા વિમલભાઇ હસમુખભાઇ પટેલ (ધોડિયા) સાથે ગલીમાં રહેતા શાહ નવાઝ ભંડારી સાથે બાઇક પાર્ક કરવા મામલે બોલાબોલી થઇ હતી.
શાહ નવાઝ ભંડારીએ વિમલ પટેલને બાઇક હટાવી લેવા કહ્યું હતું, જેથી બાઇક ખસેડી લીધી હતી, એ છતા શાહનવાઝ ભંડારીએ વધુ બાઇક હટાવી લેવા જણાવી જાહેરમાં ગાળો આપવા લાગ્યો હતો. જેથી વિમલ પટેલે તેને ગાળો ન આપવા જણાવતા શાહનવાઝે તેની સાથે મારામારી ચાલુ કરી દીધી હતી અને અન્ય ઇસમોને બોલાવ્યા હતા. આ દરમિયાન રશિદા શમદ શેખ (રહે. દરગાહ રોડ, મોટી દરગાહ સામે, નવસારી) સહિત 5 લોકોનું ટોળુ આવી ગયું હતું.
તેમણે જાહેરમાં વિમલ પટેલ અને અન્ય લોકોનો જાતિ વિષયક ગાળો આપી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિધર્મીઓ દ્વારા પાર્કિગના મામલે સતત બીજા દિવસે જાહેરમાં હોબાળો કરી હિન્દુઓ સાથે ઝગડો કરતા સમગ્ર હિંદુ સમાજ અને સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ બાઇક હટાવી લેવાના મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે શું થયું કે આસપાસ રહેતા 100 કરતા વધુ વિધર્મીઓ આવીને સ્થાનિક મહિલાઓ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ જવાબ આપતા વિધર્મીઓ વધુ ગુસ્સે ભરાયા હતા અને બહેનો પર હાથ ઉપાડ્યો હતો. તેની સાથે જ તમને અહીંથી કાઢીશું, મહિલાઓના કપડાં કાઢીને મારીશું અને જાતિ વિષયક ગાળો આપી હતી.
એક અન્ય મીડિયા રોપોર્ટ મુજબ, પીડિતના જણાવ્યું કે દરગાહ રોડ પર મોટી સંખ્યામાં મુસ્લિમો રહે છે, જે આવી ઘટનાઓમાં ભેગા થઈ જાય છે. મુસ્લિમ ટોળાંએ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને ‘કાફિરો અહીંથી ભાગી જાવ, આ અમારો વિસ્તાર છે. આ તો બસ હજુ શરૂઆત છે.’ કહીને મારમારી પણ કરી હતી. આ મામલે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને 4 લોકોની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર, અગાઉ હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ હુમલાની કોઈ વાત નથી અને વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી, જે મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. દરમિયાન, હિંદુઓ વિરુદ્ધ કોઈ ધાર્મિક ટિપ્પણી થઈ હોવાની વાતને પણ પોલીસે નકારી છે અને વાયરલ વીડિયોમાં જે પ્રકારે વાત કહેવામાં આવી, તેવી વાતો પણ ન કહેવાઈ હોવાનું પોલીસનું કહેવું છે.
નવસારી જિલ્લા પોલીસ દ્વારા X પર ટ્વીટ કરીને જાહેર જનતાને સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નવસારી જિલ્લા જાહેર જનતાને જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે તારીખ 7 ડિસેમ્બર 2024ના રોજ નવસારી શહેર દરગાહ રોડ વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે અનુસંધાને પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી હોવાથી કોઇ ખોટી અફવાઓ વાયરલ, વીડિયો વાયરલ મેસેજને ગંભારતાથી લેશો નહીં હાલમાં જિલ્લામાં શાંતિ પ્રવર્તી રહી છે, જેથી કરીને કોઇ અફવાને ધ્યાનમાં લેશો નહીં અને કોઇ ખોટા વીડિયો વાયરલ અથવા ફોરવર્ડ કરવામાં આવશે તો તેમની વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp