નેશનલ હાઇવે-48 પર જઇ રહ્યો છો તો આ સમાચાર જરૂર લેજો વાંચી લેજો, ટોલ ટેક્સમાં વધારો કરાયો

નેશનલ હાઇવે-48 પર જઇ રહ્યો છો તો આ સમાચાર જરૂર લેજો વાંચી લેજો, ટોલ ટેક્સમાં વધારો કરાયો

11/25/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નેશનલ હાઇવે-48 પર જઇ રહ્યો છો તો આ સમાચાર જરૂર લેજો વાંચી લેજો, ટોલ ટેક્સમાં વધારો કરાયો

Toll tax increased on National Highway-48: અમદાવાદથી સુરત તરફ જતા-આવતા રૂટ પર વાહનોની ભારે અવર-જવર રહેતી હોય છે. હવે વડોદરા પાસેના નેશનલ હાઇવે નંબર-48  પર આવતા કરજણના ભરથાણા ટોલ નાકા પરથી વાહનો લઇ જવું મોંઘુ થઇ ગયું છે. મળતી માહિતી મુજબ, ભાવ વધારાનો નિર્ણય એક મહિના અગાઉ લઇ લેવામાં આવ્યો હતો, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે તેને લાગૂ કરવામાં આવ્યો નહોતો. હવે ચૂંટણીના પરિણામો બાદ આ નિર્ણયને અમલમાં મુકવામાં આવ્યો છે.  ચાલો તો આગળ આ આર્ટિકલમાં જાણીએ ટોલ ટેક્સમાં કેટલો વધારો થયો છે.

નેશનલ હાઇવે નંબર-48 પર ટોલ ટેક્સમાં વધારો

નેશનલ હાઇવે નંબર-48 પર ટોલ ટેક્સમાં વધારો

નેશનલ હાઇવે નંબર-48 પર ટોલ ટેક્સમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે કાર માટે 105 રૂપિયાની જગ્યાએ 155 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. મિની બસ માટે 180 રૂપિયાની જગ્યાએ 270 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે બસ અને ટ્રક માટે 360 રૂપિયાની જગ્યાએ 540 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top