ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ પાછા શોધવા માંડજો, અંબાલાલ પટેલે કમોસમી વરસાદની કરી આગાહી
Ambalal Patel on Gujarat Weather Forecast: ગુજરાતમાં દિવસો વધવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં વધુ ઠંડી પડવાની સંભાવના છે. તેની સાથે વિભાગે ઘણા જિલ્લાઓમાં તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોલ્ડવેવની અસર થવાની સંભાવના છે. તેમજ આજે સવારથી ગુજરાતમાં કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આ દરમિયાન હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. તેની સાથે તેમણે વાવાઝોડાની આશંકા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. જેના કારણે દક્ષિણ ભારત અને તમિલનાડુમાં કમોસમી વરસાદ પડશે. આ દિશામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમદાવાદ, આણંદ, અરવલી, બોટાદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, મોરબી, કચ્છ, દાહોદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેવાની શક્યતા છે.
ગઈકાલે રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાન મુજબ, નલિયામાં 5 ડિગ્રી, રાજકોટમાં 9.7, ડીસામાં 10.6, ભુજમાં 11, કેશોદમાં 11.3, અમરેલીમાં 11.8, વડોદરામાં 12, વલ્લભવિદ્યાનગરમાં 12.8, સુરેન્દ્રનગરમાં 13.13, અમદાવાદમાં 13.4 ડિગ્રી, ભાવનગરમાં 13.8, પોરબંદરમાં 13.8, ગાંધીનગરમાં 14.3, મહુવામાં 14.5, કંડલા પોર્ટમાં 14.9, દ્વારકામાં 15, સુરતમાં 15.8, વેરાવળમાં 16.9, ઓખામાં 20.8 ડિગ્રી નોંધાયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp