અમદાવાદ: ઓડી ચાલક અકસ્માત સર્જ્યા બાદ પણ સિગારેટ પીતો રહ્યો, જુઓ વીડિયો
Road Accident in Ahmedabad: આપણે લોકોને બેફામ ગાડી હંકારી મુકતા જોયા છે, એવા લોકો બીજાઓની જિંદગી સાથે ખેલાવાદ કરતા હોય છે. તો કેટલીક વખત લોકો નશાના કારણે ગાડીઓ ગમે-તેમ હાંકતા હોય છે, જેના કારણે કેટલીક વખત અકસ્માતો સર્જાતા હોય છે. હાલમાં અમદાવાદથી પણ કંઇક એવાજ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ઓડી ચાલકે અકસ્માત સર્જી દીધો છતા તેને કંઇ પડી જ નહોતી અને તે સિગારેટનો કસ લઇ રહ્યો હતો. ચાલો આ આર્ટિકલમાં આગળ જાણીએ શું છે આખો મામલો?
લોકો હજુ તથ્ય પટેલ અને વિસ્મય શાહની ઘટનાને ભૂલ્યા નથી ત્યાં તો ફરી એકવાર આંબલી-બોપલ રોડ પર પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી 5-7 જેટલા વાહનો અડફેટે લીધા હતા. તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં કાર ચાલક નશાની હાલતમાં હોય તેમ લાગી રહ્યું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થઇ જતા કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ઘટના સ્થળે હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, મારી કારને પણ અડફેટે લીધી છે. બીજા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. 100 કરતા વધુની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આવા લોકોને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી સુધરવાના નથી. અકસ્માત સર્જ્યા બાદ કારમાં બેઠો-બેઠો સ્મોકિંગ કરી રહ્યો હતો. કારમાંથી બહાર કાઢ્યો તો સ્પ્રે લગાવતો હતો. મારી ગાડીને ટક્કર માર્યા બાદ આગળ એક્ટિવા પર જતી યુવતીને ટક્કર મારી. તે વ્યક્તિ નશામાં હતો. અમે પોલીસને જાણ કર્યા બાદ પોલીસ આવે ત્યાં સુધીમાં 40 મિનિટ જેટલો સમય વિતી ગયો હતો. આ દરમિયાન તેણે ફરી ગાડીને રેસ આપી અને અન્ય 3 કારને નુકસાન પહોંચાડ્યું. કેટલીક ટૂ-વ્હીલરને કચડી નાખી હતી. ભગવાનની દયાથી કે કોઇ જાનહાનિ થઇ નથી.
તો અંકલેશ્વર GIDCમાં હિટ એન્ડ રન કેસમાં એકનું મોત થયુ છે. કેડિલા કંપની નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો લેતા મોત થયું હતું. GIDC પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp