સુરત: પ્રેમી યુવકે તિક્ષ્ણ હથિયારથી કિન્નર પ્રેમિકાના રામ રમાડી દીધા
Transgender Girlfriend Murder in Surat: રાજ્યમાં સતત ગુનાખોતી વધતી જઈ રહી છે. ગુનેગારોને પોલીસનો ડર જ ન હોય એવી રીતે ગુનાઓને અંજામ આપે છે. રેપ, ગેંગરેપ, હત્યા, છેતરપિંડી જેવી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક હત્યા થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.
સુરતમાં ૩ દિવસમાં હત્યાની ચોથી ઘટના બની છે. આજે શહેરમાં હત્યાનો વધુ એક ઘટના બની છે. ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં સંજના (ઉંમર 30-35 વર્ષ) નામની કિન્નર રહેતી હતી. સુરતના સલાબતપુરા વિસ્તારના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં સામાન્ય ઝઘડો થતા યુવકે કિન્નરને ધારદાર હથિયાર વડે ઘા કરીને રામ રમાડી દીધા હતા. હત્યા કરનાર શખ્સની ઓળખ કિશનના રૂપમાં થઇ છે. કિશન તેની માતા સાથે રહેતો હતો.
કિશન અને સંજના વચ્ચે સંબંધો હતા. થોડા દિવસો અગાઉ સંજના કિશનના ઘરે રહેવા આવી પહોચી હતી. આ દરમિયાન બંને વચ્ચે આજે કોઈક બાબતે ઝઘડો થઇ ગયો હતો. એ દરમિયાન આવેશમાં આવીને કિશને ચપ્પુના ઘા કરીને કિન્નર સંજનાના રામ રમાડી દીધા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને સંજનાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને જરૂરી તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર કિશનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp