કૉલેજનાં વિદ્યાર્થીને નજીવી બાબતે છરા વડે ઘા કરીને પતાવી દીધો, ગુજરાતના આ શહેરની ઘટના
અત્યારે રોજબરોજ ગુનાની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અત્યારે તો લોકો નજીવી બાબતે પણ લોકોની હત્યા કરતાં ખચકાતા નથી. જાણે કે ગુનેગારોમાં પોલીસનો ભય જ રહ્યો નથી. ક્યારેક તો એવું થયા છે કે હવે દુનિયામાં માનવતા જ મરી પરવારી છે. તેના પર અનેક દૃશ્ય સામે આવી ચૂક્યા છે. ખેર અમદાવાદમાં વધુ એક શરમજનક ઘટના ઘટી છે. અહીં એક કૉલેજની વિદ્યાર્થીની નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવી છે. ચાલો વધુમાં જાણીએ એવું તો શું થયું કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો?
અમદાવાદના બોપલ વિસ્તારમાં MICA કૉલેજની વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવામાં આવી છે. બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકે, વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરતા કાર ચાલકે પિત્તો ગુમાવ્યો અને વિદ્યાર્થીને છરાનો ઘા મારીને ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp