Gujarat New District: ગુજરાતને મળી શકે છે વધુ એક જિલ્લો, કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મળી મંજૂ

Gujarat New District: ગુજરાતને મળી શકે છે વધુ એક જિલ્લો, કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મળી મંજૂરી

01/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat New District: ગુજરાતને મળી શકે છે વધુ એક જિલ્લો, કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મળી મંજૂ

Banaskantha: નવા વર્ષના સૂર્યની પહેલી કિરણ સાથે ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળવા જઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જો કે, તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચા દરમિયાન આ જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની પણ માગ છે. વાસ્તવમાં બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલા તાલુકા આવેલા છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ,


નવા જિલ્લાની રચના થાય તેવી સંભાવના

નવા જિલ્લાની રચના થાય તેવી સંભાવના

છેલ્લા કેટલાક સમયથી નવા જિલ્લાની જાહેરાતને લઇને અટકળો ચાલી રહી હતી. ગત વર્ષથી જ બનાસકાંઠા સહિતના 3 જિલ્લાઓની રચના કરવા માટે રાજ્ય સરકાર વિચારી રહી હતી. જોકે, નવા 3 જિલ્લાની જો રચના થાય છે તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ જશે. બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી 3 નવા જિલ્લાની રચના કરાય તેવી સંભાવના છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે. મુખ્યમંત્રી કક્ષાએથી તેની અંતિમ જાહેરાત કરાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top