સુરત: આ તે કેવો બાપ! પિતાએ 13 વર્ષની સગી પુત્રી પર નજર બગાડીને શારીરિક અડપલા કર્યા
Father physically Assaulted 13 year old daughter in Surat: એક પિતા પોતાના બાળકો માટે ઢાળ બનીને સામે આવતા હોય છે અને પડતી મુશ્કેલીમાં સાથ આપતા હોય છે. પરંતું પિતા અને પુત્રીના પવિત્ર સંબંધના લીરેલીરા ઉડાવતી ઘટના સુરતમાં બની છે. સુરતના કતારગામમાં તો એક પિતા જ પોતાની સગી દીકરી માટે અડચણરૂપ બન્યો. એટલું જ નહીં તેણે દીકરી પર નજર બગાડી અને શારીરિક અડપલા પણ કર્યા હતા.
મળતી માહિતી મુજબ, સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતા એક શખ્સે 25 જાન્યુઆરીએ પોતાની જ 13 વર્ષની સગી દીકરી પર નજર બગાડી હતી. તેણે પોતાની પુત્રીને બોલાવીને બાજુમાં બેસાડીને શારીરિક અડપલા કર્યા હતા. પિતામાંથી હેવાન બનેલા આ શખ્સે હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે તેણે પુત્રીને ગોદડામાં પોતાની સાથે ઊંઘવા કહ્યું. પુત્રીએ પોતાની આપવીતી માતાને સંભળાવી ત્યારે માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે કતારગામ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp