આ 10 ગુજરાતીઓને પદ્મ ઍવોર્ડથી નવાજવામાં આવશે
Padma Shri Awards: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ એવોદની જાહેરાત કરી હતી. ભારત સરકારે વર્ષ ૨૦૨૫માં ૭ વ્યક્તિઓને પદ્મ ભૂષણ અને ૧૧૩ વ્યક્તિઓને પદ્મ શ્રી ઍવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરી છે. આ યાદીમાં 10 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તેમાં પદ્મ ભૂષણ 2 અને પદ્મ વિભૂષણ 1, પદ્મ ભૂષણ (મરણોપરાંત), પદ્મ શ્રી ઍવોર્ડ 7 ગુજરાતીઓને આપવામાં આવશે. પદ્મ એવોર્ડ્સ કલા, સમાજસેવા, જાહેર જીવન, વિજ્ઞાન, એન્જીનિયરિંગ, ઉદ્યોગ-વેપાર સહિતના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીની પુષ્ટિ બદલ આપવામાં આવે છે. ચાલો જાણીએ આ લોકો બાબતે.
ગુજરાતના કલાગુરુ કુમુદિની લાખિયાનીને કળા ક્ષેત્રથી પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. તો વેપાર ક્ષેત્રથી ઝાયડસ લાઈફસાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલને પદ્મ ભૂષણ, પોતાના અવાજથી સૌના મન મોહી લેનારા પંકજ ઉદાસને પદ્મ ભૂષણ (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવશે. જ્યારે સાહિત્ય ક્ષેત્રમાં તુષાર શુક્લ, કળા ક્ષેત્રે ઇતિહાસકાર, શિક્ષણવીદ અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગના પૂર્વ પ્રમુખ પ્રોફેસર રતન પુરીમ અને લવજી પરમારને કળા ક્ષેત્રે, ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય ક્ષેત્રે, અજય ભટ્ટને વિભાન, એન્જીનિયરિંગ અને સમાજ સેવા ક્ષેત્રે સુરેશ સોનીને પદ્મશ્રી, તો સાહિત્ય ક્ષેત્રમા ચંદ્રકાંત શેઠને પદ્મશ્રી, મરણોપરાંતથી સન્માનિત કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp