માનવતા મરી પરવારી! પાડોશીએ મહિલાના હાથ-પગ બાંધીને તેના બાળકો સામે ગુજાર્યો બળાત્કાર, પછી...

માનવતા મરી પરવારી! પાડોશીએ મહિલાના હાથ-પગ બાંધીને તેના બાળકો સામે ગુજાર્યો બળાત્કાર, પછી...

01/30/2025 National

SidhiKhabar

SidhiKhabar

માનવતા મરી પરવારી! પાડોશીએ મહિલાના હાથ-પગ બાંધીને તેના બાળકો સામે ગુજાર્યો બળાત્કાર, પછી...

Assam man rapes 30 year old Woman: આસામના કછાર જિલ્લામાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. પાડોશીએ મહિલાના ઘરમાં ઘૂસીને તેના બાળકોની સામે જ તેના પર બળાત્કાર ગુજાર્યો. એટલું જ નહીં, મહિલા પર બળાત્કાર કર્યા બાદ, આરોપીએ તેના પર ઍસિડ ફેંકી દીધું અને ઘટનાસ્થળ પરથી ભાગી ગયો. આ ઘટના કછાર જિલ્લાના ધોલાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે બુધવારે ઘટના અંગે માહિતી આપી હતી.


મહિલાની હાલત ગંભીર

મહિલાની હાલત ગંભીર

પોલીસના જણાવ્યા અનુસાર, ધોલાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 વર્ષીય મહિલા પર તેના 2 બાળકોની સામે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી 28 વર્ષનો ડ્રાઈવર છે અને પીડિત પરિવારના પડોશમાં રહે છે. આરોપીએ મહિલાના ઘરમાં ઘૂસીને તેના 2 બાળકોની સામે તેના પર બળાત્કાર ગુજાર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે મહિલા પર ઍસિડ ફેંક્યું અને ત્યાંથી ભાગી ગયો. જ્યારે મહિલાનો પતિ ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેની પત્નીના હાથ-પગ બાંધેલા જોયા.

પોલીસે જણાવ્યું કે આ ઘટના 22 જાન્યુઆરીએ બની હતી અને બીજા જ દિવસે કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાને સિલચર મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે ઘટના બાદથી ફરાર આરોપીની શોધ ચાલુ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top