મુંબઇ છોડવાનું કહીને નવસારી લઇ ગયો, પછી 5 કલાકમાં 3 વાર કર્યો બળાત્કાર, હવે આરોપીને મળી આ સજા

મુંબઇ છોડવાનું કહીને નવસારી લઇ ગયો, પછી 5 કલાકમાં 3 વાર કર્યો બળાત્કાર, હવે આરોપીને મળી આ સજા

01/02/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મુંબઇ છોડવાનું કહીને નવસારી લઇ ગયો, પછી 5 કલાકમાં 3 વાર કર્યો બળાત્કાર, હવે આરોપીને મળી આ સજા

Navsari Rape Case: નવસારીની એક કોર્ટે 16 વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. નવસારી POCSO કોર્ટના ન્યાયાધીશ ટી.એસ. બ્રભટ્ટે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2021માં આરોપી મોહમ્મદ સાદિક ખત્રી દ્વારા કરવામાં આવેલી જાતીય સતામણી નૈતિક ક્ષતિનું કૃત્ય હતું. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી યૌનવર્ધક ગોળીઓ પણ મળી આવી હતી. જેની બાબતે કોર્ટે કહ્યું હતું કે અસહાય બાળકોનો શિકાર કરવામાં તેની વિકૃત માનસિકતા દર્શાવે છે.


વલસાડના પારડી તાલુકામાં રહેતી સગીરા સાથે બની હતી દુષ્કર્મની ઘટના

વલસાડના પારડી તાલુકામાં રહેતી સગીરા સાથે બની હતી દુષ્કર્મની ઘટના

વલસાડના પારડી તાલુકામાં રહેતી યુવતીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટ પર મુંબઇના ભિવંડીના એક યુવક સાથે મિત્રતા થઇ હતી. આ દરમિયાન તે લગભગ 7 મહિના સુધી તેની સાથે વાત કરતી રહી. 18 ઓક્ટોબર 2021ના ​​રોજ, તે તેની સાથે વાત કરવા માટે ઘરેથી નીકળી ગઇ.

સગીરા ઘરેથી સીધી વાપી રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને મુંબઇ જતી ટ્રેનમાં ચઢી ગઇ હતી. મુસાફરી દરમિયાન તે એક યુવકને મળી, જેનું નામ મોહમ્મદ સાદિક ખાન હતું. જ્યારે ટ્રેન ઉમરગામ સ્ટેશન પર ઉભી રહી ત્યારે યુવકે તેને બળજબરીથી ટ્રેનમાંથી બહાર ખેંચી લીધી અને કહ્યું કે તેને નવસારીથી મુંબઇ જતી ટ્રેનમાં ચઢાવી દેશે.


સામસૂમ જગ્યાએ લઇ જઇને બળાત્કાર કર્યો

સામસૂમ જગ્યાએ લઇ જઇને બળાત્કાર કર્યો

ત્યારબાદ આરોપી સગીરાને એકાંત સ્થળે લઇ ગયો અને થોડા કલાકોમાં જ તેના પર 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેને મુંબઇ જતી ટ્રેનમાં બેસાડી દેવામાં આવી. સગીરા વસઇમાં ઉતરી અને તેના મામાને ફોન કર્યો. 24 ઓક્ટોબરે બાળકીની માતાએ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તેની પાસે સેક્સ વર્ધક ગોળીઓ હતી, જેને તે પોતાની પાસે રાખતો હતો. TOIના અહેવાલ મુજબ, વકીલે કહ્યું કે પોલીસે ઘટનાસ્થળેથી સગીરાના વાળ, હેરપિન અને CCTV ફૂટેજ વિવિધ જગ્યાએથી મેળવ્યા છે. હાલ આ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top