હાશ! ગ્રીષ્માકાંડ જેવી ઘટના થતા-થતા રહી ગઈ, યુવતીએ લગ્ન કરવાની ના પાડતા રઘવાયેલો પ્રેમી તલવાર લઈને પ્રેમિકા..
Palsana News: 'પ્રેમ તો આંધળો છે, એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે થઇ શકે છે' એવી કહેવત તો તમે સંભાળી જ હશે. પ્રેમની જાત-જાતની કહાનીઓ સમયાંતરે સામે આવતી રહે છે. ક્યારેક પરિવારજનોની સહમતિ ન મળતા જીવન ટૂંકાવવા જેવું પગલું ભરી લેતા હોય છે. તો ક્યારેય પ્રેમીઓએ કરુણ અંજામ પણ ભોગવવો પડતો હોય છે. પલાસણાથી પાગલ પ્રેમીનો તરખાટ સામે આવ્યો છે. પલસાણામાં ગ્રીષ્મા વેકરિયા જેવો કાંડ થતા-થતા રહી ગયો.
મળતી માહિતી મુજબ બારાસડી ગામમાં રહેતી યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને ફેસબુકના માધ્યમથી એક-બીજાની નજીક આવ્યા હતા. અગમ્યકરણસર યુવતીએ તેના પ્રેમીને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેથી યુવાને ઉશ્કેરાઈને યુવતીને નુકસાન પહોચાડવા તલવાર લઈને વડોદરાથી બારાસડી પહોચ્યો હતો.
આ વ્યક્તિના હાથમાં તલવાર જોઈને સ્થાનિકોએ કોઈ અણધારી ઘટના ન બને તે માટે 100 નંબર ડાયલ કરીને આ બાબતની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પલસાણા પોલીસની PCR વાન ઘટનાસ્થળ પર પહોચી હતી પરંતુ પાગલ પ્રેમી ખુલ્લી તલવાર લઈને ફરતો હોવાથી ગંગાધારા આઉટ પોસ્ટને જાણકારી આપવામાં આવી હતી. ત્યાંથી ગંગાધારા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ખુમાણસિંહ પટેલ અને અન્ય પોલીસકર્મીઓ ઘટનાસ્થળ પર પહોચ્યા હતા. હેડ કોન્સ્ટેબલ યુવકને સમજાવવા નજીક જતો હતો એ દરમિયાન ઉશ્કેરાયેલા પ્રેમી યુવકે તેમના પર તલવાર વડે હુમલો કરી દીધો હતો. જેથી હેડ કોન્સ્ટેબલને ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અત્યારે હેડ કોન્સ્ટેબલ સભાન અવસ્થામાં છે.
યુવકના આતંકના પગલે પલસાણા પોલીસ સ્ટેશનના PI વી.એલ. ગાગિયા પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. યુવકને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યુવક કોઈ પણ વાત સમજવા તૈયાર નહોતો એટલે PIએ આખરે બંદુક કાઢવાની ફરજ પડી હતી, છતા યુવકને જાણે કે કઈ ભાયા જ ન હોય તેમ ટસથી મસ થતો નહોતો. એક હાથમાં ગન અને બીજા હાથમાં પથ્થર રાખી PI ગાગિયાએ સૂઝબૂઝથી યુવકને પકડી લીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp