સુરત: ઝોલાછાપ ડૉક્ટરોએ હૉસ્પિટલ ચાલુ કરી દીધેલી અને નિમંત્રણ પત્રિકામાં..
Fake doctor in Surat: ગુજરાતમાં ઘણી બધી નકલી વસ્તુઓ પકડાઈ રહી છે, પછી વાત ખાદ્ય વસ્તુઓની હોય કે બોગસ અધિકારીઓની. હવે લોકોને પોલીસ કે કાયદાનો ભય જ ન હોય તેમ નીડરપણે ગુનાહિત કૃત્ય કરતા ખચકાતા પણ નથી. હવે સુરત અને અમદાવાદથી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક ઝોલાછાપ ડૉક્ટરોએ હૉસ્પિટલ શરૂ કરી દીધી હતી. ચાલો જાણીએ શું છે આખી વિગત.
મળતી માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં કેટલાક લોકોએ ભેગા મળીને હૉસ્પિટલ શરૂ કરી દીધી હતી અને તેનું નામ જનસેવા મલ્ટી સ્પેશિયલ હૉસ્પિટલ આપ્યું હતું. આ હૉસ્પિટલમાં '૨૪ કલાક ઇમરજન્સી સેવા આપવામાં આવશે' એવું બોર્ડ પણ મારી દેવાયું હતું. સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ નિયંત્રણ પત્રિકામાં છપાવી દેવામાં આવ્યું હતું. હવે આ હૉસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે. હૉસ્પિટલ શરૂ કરનારા લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમાંથી એક વ્યક્તિ તો દારુની હેરાફેરીમાં પકડાયો હતો. જ્યારે એક વ્યક્તિ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધ્યો હતો.
તો અમદાવાદના મેમનગર વિસ્તારમાં બોગસ ડૉક્ટર ઝડપાયો છે. ડોક્ટર કોઈપણ પ્રકારની ડીગ્રી કે માન્યતા વિના જ પ્રેક્ટિસ કરતો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે કથિત ડૉક્ટર સાથે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp