Surat: સગી બહેનના દિયરે જ સગીરા પર કર્યો બળાત્કાર, યુવકે કિશોરીને 3 વર્ષ સુધી..
સુરત ડાયમંડ નગરીને બદલે ધીરે-ધીરે ક્રાઇમ નગરી બનવા તરફ પ્રસ્થાન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શહેરમાં હવે ગુનાઓની ઘટનાઓ બેફામ વધી રહી છે. શહેરમાં હવે કોના પર વિશ્વાસ કરવો એજ સમજ પડતી નથી. અહીં અવારનવાર બળાત્કાર, ધાક ધમકી જેવી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. હવે વધુ સુરતમાં એક વખત બળાત્કાર અને ધમકી આપવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ડિંડોલી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરીને તેની બહેનના દિયરે જ પ્રેમ જાળમાં ફસાવી હતી. 16 વર્ષીય કિશોરી માનવ દીલિપ પટેલ સાથે 3 વર્ષ અગાઉ સંપર્કમાં આવી હતી. દીલિપ મોટી બહેનનો દિયર છે. તેણે કિશોરી સાથે સતત સંપર્ક કરીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને શરીર સંબંધ પણ બાંધ્યા હતા. આ ઉપરાંત પરિવારની જાણ બહાર ફરવા પણ જતા હતા. ઘરે કોઈ ન હોય ત્યારે દીલિપ કિશોરીને ઘણી વખત મળવા બોલાવતો હતો અને કિશોરીની ના હોવા સાથે તેની સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. 3 વર્ષ સુધી ભોગવિલાસ કર્યા બાદ દીલિપે તેને તરછોડી દીધી હતી.
દીલિપનો પરિવાર દીલિપ માટે છોકરી શોધી રહ્યો હતો. આ વાતની કિશોરીને જાણ થતા કિશોરીએ આ મામલે માતા સાથે વાત કરી હતી. ત્યારે માતા પણ ચોંકી ઉઠી હતી અને ત્યારબાદ માતાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે દીલિપ પટેલ સામે બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સગરામપુરામાં નવી ઓલીમાં રહેતો જકવાન ઈમરાન શેખ નામનો આરોપી સ્થાનિક વિસ્તારમાં રહેતી યુવતીનો વારંવાર પીછો કરતો હતો. શનિવારે 8:30 વાગ્યાની આસપાસ યુવતી ઘરથી દુકાને જતી હતી ત્યારે તેને અભદ્ર ઇશારા કરવા લાગ્યો હતો. ત્યારબાદ આરોપી યુવતી પાછળ ગયો અને તું બીજા છોકરા સાથે વાતો કરે છે તેમ કહીને ગાળો ભાંડી હતી અને પછી ‘મારી બહેનના લગ્ન પતી જવા દે, પછી હું તને જોઈ લઇશ’ એવી ધમકી આપીને ભાગી ગયો હતો. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવત અઠવાલાઇન્સ પોલીસે ગુનો દાખલ કરી આરોપી જકવાન શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp